છોટાઉદેપુર જિલ્લાના ૭ તાલુકામાં પશુ ચિકિત્સા માટે પશુપાલન વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી ૨૪ એમ્બ્યુલન્સમાંથી ૧૮ એમ્બ્યુલન્સો ડોકટર અને ડ્રાઈવરની ભરતી ન થતાં હાલ ૮ માસથી ધુળ ખાઈ રહી છે.
છોટાઉદેપુર જિલ્લાના ૭ તાલુકામાં ૮૯૦ થી વધુ ગામડાઓમાં પાંચ લાખથી વધુપશુઓ છે. આ પશુઓની સારવાર માટે ગુજરાત રાજયના પશુપાલન વિભાગ દ્વારા ૨૪ એમ્બ્યુલન્સ અને ડોકટરોની નિમણુંક કરીહતી. છોટાઉદેપુર જિલ્લામાં હાલ ૨૪ એમ્બ્યુલન્સો આવેલી છે. જેમાં છેલ્લા ૮ માસથી ફકત ૬ ડોકટરો અને ૬ ડ્રાઈવરો જ ફરજ બજાવે છે. જયારે ૧૮ એમ્બ્યુલન્સો ડોકટર અને ડ્રાઈવર વિના ધુળ ખાઈ રહી છે. સરકાર દ્વારા ડોકટર અને ડ્રાઈવરની નિમણુંક કરાતી નથી. હાલ નસવાડી તાલુકાના ૨૧૦ ગામોમાં એક જ પશુ ચિકિત્સા એમ્બ્યુલન્સ કાર્યરત હોવાથી કોઈ પશુ બિમાર પડે ત્યારે દિવસો સુધી સારવાર ન મળે તેવી સ્થિતિનુ નિર્માણ થયુ છે.