હાલોલના મઘાસરમાં જમીન વેચવાના રૂ.૧૩.૬૪ લાખ લઈ દસ્તાવેજ ન કરતા ફરિયાદ

હાલોલના મઘાસર ગામના દિલીપકુમારે કાલોલ નવાપુરાના કુમુદ્દબેનને જમીન વેચાણ આપી જમીનને નોટરી બાનાખત કરી ‚.૧૩.૬૪ લાખ લઈ પાકો દસ્તાવેજ નહિ કરી આપતા હાલોલ ‚રલ પોલીસમાં દિલીપ રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કાલોલ નવાપુરા ખાતે રહેતા કુમુદ્દબેન દિનેશભાઈ બેલદારને ઓળખીતા ફતેસિંહ રાઠોડે જણાવેલ કે, મઘાસર રોડ ટચ જમીન દિલીપભાઈને વેચવાની હોય ફતેસિંહે મઘાસરના દિલીપભાઈ રમેશભાઈ રાઠોડ સાથે મુલાકાત કરાવી મઘાસર સર્વે નં.-૧૭ બતાવી જમીનનો સોદો ‚.૩૮.૫૧ લાખમાં કર્યો હતો. તા.૩૧ ઓકટો-૨૦૨૫ ના રોજ નોટરી-બાનાખત કરી દિલીપભાઈને રોકડા અને ગુગલ-પે થી કુલ ‚.૧૩.૬૪ લાખ આપ્યા હતા. ત્યારબાદ જમીનનો દસ્તાવેજ કરવા દિલીપભાઈને વારંવાર મોૈખિક અને ફોન પર કહ્યુ હતુ તેમ છતાં દસ્તાવેજ ન કરી આપતા દિલીપભાઈની દાનત ખરાબ થઈ હોવાનુ માલુમ પડતા આખરે કુમુદ્દબેને હાલોલ ‚રલ પોલીસ મથકે દિલીપભાઈ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્ર્વાસધાતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.