સીંગવડ તાલુકાના ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીઓની ગેરહાજરીથી અરજદારોને ધરમધકકા

સીંગવડ તાલુકાની 45 ગ્રામ પંચાયતોમાં સપ્તાહના પહેલા સોમવારે યોજાયેલી મિટીંગમાં તલાટી અને કમ મંત્રીઓની ગેરહાજરી નોંધાઈ હતી.

પ્રાથમિક તપાસ પ્રમાણે સવારે મિટીંગ દરમિયાન તલાટી અને કમ મંત્રીઓની ગેરહાજરી નોંધાઈ હતી. પરંતુ બપોર પછી તાલુકા વિકાસ અધિકારીએ વિશેષ મિટીંગમાં વર્ષ-2021/22 અને 2022/23ના વિકાસલક્ષી યોજનાઓ, નાણાંપંચ, તાલુકા અને જિલ્લા પંચાયત ગ્રાન્ટ, તેમજ 20 ટકા અને 15 ટકા ગ્રાન્ટની કામગીરી અંગે ચર્ચા કરી તલાટી અને કેટલાક સરપંચોને તાત્કાલિક કામગીરી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. જે દરમિયાન દેૈનિક કામગીરી, વેરા ઉઘરાવવા , જન્મ-મરણ, અને આવકના દાખલાઓ સહિત 5 તારીખ સુધી પિયતના દાખલાઓ ભરવાની કામગીરી બાધિત થઈ.