ઝાલોદ તાલુકામાંથી નવી રચાયેલ ગોવિંદ ગુરૂ લીમડી તાલુકામાં ચાર ગામોને સમાવેશ અંગેનો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. પેથાપુર, બલેન્ડિયા, વખતપુરા અને પીપલેટ ગામોને ઝાલોદમાં જ રાખવા લેટરપેડ પરથી રજુઆત કરાઈ હોવાનુ બહાર આવતા ગ્રામજનોમાં નારાજગી ફાટી નીકળી છે.
ગોવિંદ ગુરૂ લીમડી તાલુકાની રચનમા સમયે પેથાપુર, બલેન્ડિયા, વખતપુરા અને પીપલેટ આ ચારેય ગામોનો સમાવેશ નવા તાલુકામાં કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં કોઈ અધિકૃત ઠરાવ વિના માત્ર લેટરપેડ પરથી આ ગામોને ઝાલોદ તાલુકામાં રાખવા ગાંધીનગર સુધી રજુઆત કરાઈ હતી. આ બાબત ગ્રામજનોને જાણ થતાં અસંતોષ ફેલાયો હતો. આ વચ્ચે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા પેથાપુર સહિતના ગામોના રિસર્ફેસિંગ માર્ગોના ભુમિપુજન માટે આવ્યા હતા. ત્યારે ગ્રામજનોએ ધારાસભ્ય સમક્ષ ચારેય ગામોને લીમડી તાલુકામાં જ રાખવા જોરદાર રજુઆત કરી હતી. ગ્રામજનોની માંગને 5ગલે સંયુકત ગ્રામસભા યોજવામાં આવી હતી. સભામાં ચારેય ગામોને ગોવિંદ ગુરૂ લીમડી તાલુકામાં જ રાખવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જોકે ચર્ચા દરમિયાન મુદ્દો ઉગ્ર બનતા ગ્રામસભા તંગદીલ બની હતી.