
પંચમહાલ જીલ્લાના શહેરામાં વિકાસના નવા દ્વાર ખુલવા જઈ રહ્યા છે. આગામી ૧૫ માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાતે આવી રહ્યા છે,જેને પગલે સમગ્ર જીલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં કેશવ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે સાથે મુખ્યમંત્રીના હસ્તે કરોડોરૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર હોવાથી વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આરોગ્ય સુવિધામાં વધારો કરતી અદ્યતન રેફરલ હોસ્પિટલ જનતા માટે ખુલ્લી મુકાશે.
શહેરા નગર આગામી ૧૫ માર્ચના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સ્વાગત માટે સજ્જ થઈ રહ્યું છે. મુખ્યમંત્રીના હસ્તે અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું હોવાથી સમગ્ર પંથકમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ કેશવ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે. આ મેદાન પર વિશાળ ડોમ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.કાર્યક્રમમાં અંદાજીત ૧૫,૦૦૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર હોવા સાથે સુરક્ષા અને આયોજનના ભાગપે કેશવ મેદાનમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને હંગામી ધોરણે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે,નાગરિકોને કરોડો પિયાના વિકાસકામોની ભેટ આપશે જેમાં અંદાજીત ૪ કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેફરલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે જેથી સ્થાનિકોને આરોગ્યલક્ષી સેવાઓ માટે દૂર સુધી જવું નહીં પડે અને નગરના મુખ્ય આકર્ષણ સમાન સિંધી ચોકડી વિસ્તારમાં ઓપરેશન સિંદૂર સર્કલ સહિત અન્ય સર્કલોનું પણ લોકાર્પણ કરવામાં આવશે જે નગરની સુંદરતામાં વધારો કરશે તેમજ આગામી સમયમાં થનારા રસ્તા, પાણી અને અન્ય પાયાની સુવિધાઓના કામોનું પણ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવી શકે તેમ છે.મુખ્યમંત્રીના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને જીલ્લા કલેક્ટર અને પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જ્યારે શહેરાના ઇતિહાસમાં આ એક મોટો કાર્યક્રમ સાબિત થવા જઈ રહ્યો છે. ખાસ કરીને રેફરલ હોસ્પિટલના લોકાર્પણને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં વિશેષ આનંદ છે. આ કાર્યક્રમ માત્ર રાજકીય નહીં પણ શહેરાના વિકાસના નવા સોપાન તરીકે જોવામાં આવી રહ્યો છે.૧૫ માર્ચના દિવસે મુખ્યમંત્રીના હસ્તે થનારા લોકાર્પણોથી પંચમહાલ જીલ્લાના આ વિસ્તારને નવી ઓળખ અને સુવિધાઓ પ્રાપ્ત થશે…
રૂપિયા ૪ કરોડની રેફરલ હોસ્પિટલનું લોકાર્પણ…
મુખ્યમંત્રીના આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ શહેરામાં નવનિર્મિત રેફરલ હોસ્પિટલ છે. અંદાજે ૪ કરોડના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે, જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ સુવિધાથી સ્થાનિક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળી રહેશે
મુખ્યમંત્રીના આગમનને લઈને શહેરાના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં અંદાજે ૧૦,૦૦૦થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરાશે જેને લઈને મેદાનની સાફ-સફાઈ શ કરાઈ હતી. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે મેદાનમાં ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારોને અન્યત્ર ખસેડીને જગ્યા ખાલી કરાવવામાં આવી છે.
મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે કેશવ ગ્રાઉન્ડમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવી છે. આ મેદાનમાં છેલ્લા ઘણા સમયથી ઝુપડપટ્ટી બનાવીને રહેતા અનેક શ્રમજીવી પરિવારોને તંત્ર દ્વારા ત્યાંથી ખસી જવા સૂચના આપવામાં આવી હતી. જેને પગલે આજે અનેક પરિવારો પોતાની ઘરવખરી, વાસણો અને પથારીઓ લઈને મેદાન ખાલી કરતા નજરે પડ્યા હતા. માથે સામાન ઉચકીને સુરક્ષિત જગ્યાની શોધમાં નીકળેલા આ પરિવારોના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાતી હતી.
શહેરાના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ કેશવ ગ્રાઉન્ડમાં ઝુપડપટ્ટી બનાવી રહેતા શ્રમજીવી પરિવારો અત્યારે પોતાનો સામાન સમેટવા મજબૂર બન્યા છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે મેદાન ખાલી કરાવવામાં આવતા આ પરિવારો પોતાની જીવનભરની મૂડી સમાન ઘરવખરી, વાસણો અને કપડાંના પોટલાં બાંધીને અન્યત્ર જઈ રહ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે નાના બાળકો અને પરિવાર સાથે આ લોકો હવે ક્યાં જશે? તે મોટો પ્રશ્ર્ન ઊભો થયો છે.