
અમદાવાદ શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી પર પહેલીવાર ઈકો ફ્રેન્ડલી ફ્લોટિંગ સોલાર લાગવા જઈ રહી છે. આ પ્રોજેક્ટ થકી અમદાવાદ મહાનગરપાલિકા લાઈટબિલનું ભારણ ઘટાડશે, અને લાઈટ બિલ ઓછું આવશે. એટલું જ નહિ, એએમસીની તમામ બિલ્ડીંગો પર સોલર પેનલ લગાવવામાં આવશે.
અમદાવાદ મહાનગરપાલિકાના સ્તેન્દીમ્ગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ વિશે માહિતી આપતા જણાવ્યું કે,એએમસી હવે સાબરમતી નદી પર તરતી સોલર પેનલ લગાવશે. સાબરમતી નદી સહિત શહેરમાં આવેલા વિવિધ તળાવોમાં ફ્લોટિંગ સોલર લગાવવાનું આયોજન કરાયું છે. પ્રોજેક્ટના અમલીકરણ અંગે કન્સલ્ટન્ટ નીમવાનો સ્ટેનડીગ કમિટીમાં નિર્ણય લેવાયો છે.
તેઓએ કહ્યુ કે, આ પ્રોજેક્ટ થકી વર્ષે ૩૫૦ કરોડના લાઇટ બિલમાં ઘટાડો કરવાનો એએમસીનું આયોજન છે. રિન્યુએબલ એનર્જીનો મહત્તમ વરાશનું ટ્ઠદ્બષ્ઠ નું આયોજન છે. અમદાવાદના પ્રવાસનને વધુ વેગ આપવા ટ્ઠદ્બષ્ઠ માં એક નવી કમિટી બનાવાશે. જેમાં અમદાવાદના વિવિધ હેરિટેજ વિસ્તાર સિવાયના સ્થળોના વિકાસ અંગે કમિટી નિર્ણય લેશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા એએમસીને ૧૦ કરોડની ગ્રાન્ટ મળવાની છે.
અમદાવાદનું આગામી ફોકસ કોમનવેલ્થ ગેમ્સ છે. તેથી ૨૦૩૦માં અમદાવાદના આંગણે થનાર કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવવામાં આવનાર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વીજ માંગને પહોંચી વળવા માટેના આયોજન કરાયું છે. જે અંતર્ગત રિન્યુએબલ એનર્જીના ગ્રુપ કેપ્ટીવ પ્રોજેક્ટ માટે ય્ઈઇસ્ૈં રિન્યુએબલ પ્રોજેક્ટના અનુભવી અને જાણકાર કન્સલ્ટન્ટ તરીકે કામગીરી કરાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત કાંકરિયા પરિસરમાં નવા આકર્ષણ બનશે. તો મ્યુઝિકલ કમ લેસર ફાઉન્ટેન શરૂ કરાશે. કાંકરિયા પરિસરમાં આઇસ કેન્ડી મ્યુઝિયમ પણ બનશે પીપીપી ધોરણે બનનાર મ્યુઝિયમ માટે ખાનગી સંસ્થા ૧૦ કરોડનો ખર્ચ કરશે. આ ઉપરાંત તેની આવકમાંથી ૩૫ ટકા રેવન્યુ એએમસીને આપવામાં આવશે.
આ ઉપરાંત આગામી ઉનાળાને લઈને પણ એએમસી દ્વારા આગોતરું આયોજન કરાયું છે. શહેરમાં આવેલા ૬૦ ફાઉન્ટેન કાર્યરત રાખવા આદેશ કરાયા છે. એએમટીએસ અને બીઆરટીએસ સ્ટેશનો પર પાણીના જગ મૂકવામાં આવશે, જેથી ઉનાળામાં લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી શકે.એએમસી સંચાલિત ગાર્ડન પણ રાતના ૧૦ સુધી ખુલ્લા રાખવાના આદેશ કરાયા છે. આ ઉપરાંત પ્લેન ક્રેશ દુર્ઘટના સમયે સ્વયંસેવકો, કર્મચારીઓ-અધિકારીઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ માટે થયેલા પાણી, દૂધ અને ફૂડ પેકેટ સહિત માટે થયેલા ૧૬ લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી છે તેવુ દેવાંગ દાણીએ જણાવ્યું.