જીલ્લામાં કોઈપણ મકાન, દુકાન, એકમ, ભાડૂઆત સબંધિત તમામ જરૂરી માહિતી પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશ
આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો જેવા કે નાતાલ, નવું વર્ષ, મકરસંક્રાંતિ દરમિયાન પંચમહાલ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ પંચમહાલના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.જે.પટેલ દ્વારા તેઓને મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, પંચમહાલ જીલ્લામાં કોઈપણ રહેણાંક અથવા ઔદ્યોગિક એકમના માલિક કે સત્તાધારી વ્યક્તિ એ પોતાનું મકાન, દુકાન કે એકમ પોલીસ સ્ટેશનને જાણ કર્યા વિના કોઈપણ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં. ભાડે આપેલ એકમ,દુકાન અને મકાનની વિગત તથા ભાડૂઆત અને સબંધિત દલાલ કે જેઓએ ભાડૂઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની તમામ જરૂરી માહિતી નિયત ફોર્મમાં સંબંધિત (જે તે વિસ્તારના) પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.
આ જાહેરનામુ તા.14/11/2025 થી બે માસ સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે. આ હુકમ/જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.