દાહોદ તાલુકાના વણભોરી ગામે એક ખેતરમાં કતવારા પોલીસની સફળ રેડ

-રૂપિયા ૬ લાખની કિંમતના વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડો સાથે ખેતર માલિકની ધરપકડ.

વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના ૧૨ કિલોગ્રામ કુલ વજન ના નાના-મોટા છોડ નંગ-૬૩૩ પકડી પાડી કબજે લીધા હતા અને રેડ સમયે ખેતર માલિક સમસુભાઈ ફરજનભાઈ વડકિયા કેટલી વખત ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું? ગાંજાનું ક્યાં ક્યાં ખેતરમાં હાજર હોઈ ધરપકડ કરી, અગાઉ અને કોને કોને વેચાણ કરે છે ? તે બાબત ઘનિષ્ઠ પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી તેને જેલના સળિયા પાછળ મોકલી આપ્યો છે. આ સંબંધે કતવારા પોલીસ સ્ટેશનના એએસઆઈ વિરેન્દ્રસિંહ છત્રસિંહે કતવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વણભોરી ગામના નિશાળ ફળિયામાં રહેતા પૂર વર્ષીય સમસુભાઈ ફરજનભાઈ વડકીયા વિ‚દ્ધ એનડીપીએસ એક્ટ ૧૯૮૫ની કલમ ૨૦(એ) મુજબ નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દાહોદ તાલુકાના વણભોરી ગામે નિશાળ ફળિયામાં રહેતા એક ખેતરમાં પોલીસે ગઈકાલે ઓચિંતો છાપો મારી ખેતર માંથી ‚પિયા ૬ લાખની કુલ કિંમતના ૧૨ કિલોગ્રામ કુલ વજનના વનસ્પતિજન્ય માદક પદાર્થ એવા લીલા ગાંજાના છોડો પકડી પાડી કબજે લઈ ખેતર માલિકની ધરપકડ કર્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે.