
છેલ્લા એક વર્ષમાં અમદાવાદ સુરત વડોદરા સહિતના શહેરોમાં વિદેશી દેશી દારૂ તેમજ ડ્રગ્સ, તાડી, બીયર જેવા નસીલા દ્રવ્યો કેટલો જથ્થો પકડાયો છે. તે અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો. જે અંતર્ગત માહિતી આપતા હર્ષ સંઘવીએ જાણકારી આપી હતી કે, અંદાજિત કરોડો રૂપિયાનો દેશી તેમજ વિદેશી દારૂ અને તાડી, બિયર જેવા નશીલા દ્રવ્યોનો જથ્થો પોલીસે ઝડપાયો છે. આ નશીલા દ્રવ્યો જેવા ગુનામાં સનોવાયેલા અનેક આરોપી પણ સામે આવ્યા છે. જે અંતર્ગતના ગુનેગારો આંકડો ચકાસણી કરવામાં આવે તો ૨૪,૭૯૩ જેટલા ગુનેગારોને ઝડપી લીધા છે. જ્યારે ૩૧૬ જેટલા ગુનેગારોને પોલીસ ધરપકડથી દૂર છે.
આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા આ તમામ આરોપીને પકડવા માટેના પ્રયત્નો થતા હોવાનું ગૃહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કબૂલ્યું હતું. કોંગ્રેસ નેતાએ પૂછ્યું કે, આ તમામ પ્રકારના નશીલા દ્રવ્યોના ધરપકડ અંતર્ગત પોલીસ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. જે અંગે જાણકારી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ૪૦ જેટલા પોલીસ અધિકારી તેમજ ૫૭૪ જેટલા કર્મચારીઓ સામે આંતર જિલ્લા ફેર બદલી ફરજ મોકૂફ તેમજ રોકડ દંડ, પોલીસને મળતાં ઇજાફો અટકાવવો વગેરે જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ આજે ગૃહમાં નશીલા દ્રવ્યો અંગેના ગુનામાં સંડોવાયેલા ગુનેગારોનો સામેની કરાયેલી કાર્યવાહી માટેનો પ્રશ્ન ગૃહમાં ગુંજયો હતો.
૨૧-૧-૨૦૨૪ થી તારીખ ૨૦-૧-૨૦૨૫ દરમિયાન ૬ જેટલા કેદીઓએ આપઘાત કર્યા હોવાના બનાવ બન્યા
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ રાજ્ય સરકારના ગૃહ વિભાગને પ્રશ્ન કરતા પૂછ્યું હતું કે, ૨૦-૧-૨૦૨૬ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદની સાબરમતી જેલના કેટલા કેદીઓના આપઘાતના કિસ્સા સામે આવ્યા છે. તે અંગે ગુજરાત વિધાનસભાના ગૃહમંત્રીએ જવાબ આપતા જણાવ્યું હતું કે, ૨૧-૧-૨૦૨૪ થી તારીખ ૨૦-૧-૨૦૨૫ દરમિયાન ૬ જેટલા કેદીઓએ આપઘાત કર્યા હોવાના બનાવ બન્યા છે. જ્યારે ૨૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં બે કેદીઓના આપઘાતના કિસ્સા સામે આવ્યા છે.આમ કુલ બે વર્ષમાં છ જેટલા કેદીઓએ આપઘાત કર્યા હોવાનસામે આવ્યું છે. જાકે આપઘાત કરવાના કારણો અંગે પેટા પ્રશ્ન પૂછતા વિધાનસભામાં જણાવ્યું હતું કે, સજા થવાના કારણે તણાવમાં આવીને આપઘાત કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ પોતાના ગુનામાં કામે શું સજા થશે તેના માનસિક તણાવમાં પણ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એકાદ કિસ્સામાં ટીબી જેવી બીમારી લાગી આવતા પણ કેદીએ આપઘાત કરી હોવાનું સામે આવ્યું છે. કેટલાક કિસ્સામાં પ્રેમિકાએ મરણ જનાર વિરુદ્ધ કેસ કરેલ હોય તેના કારણે જેલમાં રહેવું પડેલ હોય તેમ મનમાં લાગી આવતા પણ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત માનસિક તણાવના કારણે પણ કેદીઓ દ્વારા આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે કેટલાક કિસ્સામાં જામીન ન મળવાના કારણે પણ કેદીઓ તણાવમાં આવીને કેદીઓએ આપઘાત કર્યો હોવાના આ કારણો જાણવા મળી રહ્યા છે. મહત્વનું છે કે આપઘાત જેવી ઘટનાઓ સંદર્ભે જવાબદારો સામે શું પગલાં લીધા છે. તો સરકારે જણાવ્યું કે, જવાબદારો સામે નિયમ અનુસાર તપાસની કાર્યવાહી ચાલુ હોવાનું પણ ગૃહમાં જણાવ્યું હતું. આમ આજે વિધાનસભામાં કેદીઓની આફત અંગેના કિસ્સાઓનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.