અમરેલીમાં લગ્ન પ્રસંગે વરઘોડામાં પત્થરમરની ઘટના સામે આવી છે જેમાં યુવક અને યુવતીએ પ્રેમ લગ્નમાં ધામધૂમથી વરઘોડો કાઢ્યો હોવાને લીધે આ ઘટના બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.
રાજુલા તાલુકાના મોભીયાણા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડા સમયે પથ્થરમારાની ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર યુવક-યુવતીએ થોડા દિવસ પહેલાં પ્રેમલગ્ન કર્યા બાદ આજે ધામધૂમપૂર્વક વરઘોડો કાઢવામાં આવી રહૃાો હતો. આ દરમિયાન યુવતીના પરિવારજનોએ અચાનક હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. જેના પગલે બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ હતી. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલી અથડામણથી ગામમાં તણાવનો માહોલ સર્જાયો હતો.
અમરેલીમાં આજે જે ઘટના બની છે તેમ એક જ જ્ઞાતિના ૨ જૂથ વચ્ચે મારામારીની ઘટના બનાઈ છે. યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. અને ત્યારબાદૃ યુવકે ધામધૂમથી વરઘોડો કાઢતા લોકોમાં રોષ ભરાયો હતો અને તેઓ પોતાની જ જ્ઞાતિના લોકો પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં સામા પક્ષેથી પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આમ બંને જૂથો એકબીજાની સામે આવી ગયા હતા. આ ઘટનામાં ભાવેશ ભીલ નામના યુવકને પથ્થર વાગતાં ગંભીર ઈજા પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ડુંગર પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર મામલે કાયદૃેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.