
ઓરિસ્સા બાદ હવે દૃેશમાં ગાંજાની ખેતી મધ્યપ્રદૃેશ-મહારાષ્ટ્ર સરહદ પર આવેલા કરમાલા પણ થવા લાગી છે. કરમાલામાં તૈયાર થયેલો ગાંજાની ૮ મહિનામાં બીજી વખત અમદાવાદ ખાતે સપ્લાય કરવામાં આવ્યો. જો કે ગાંજો તેના નિયત સ્થળ પર પહોંચાડવામાં આવે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે ૨ કરોડની િંકમતનો ૪૦૬ કિલો ગાંજો કબજે કર્યો. મહત્વનું છે કે ગાંજો સપ્લાય કરવા માટે પાયલોિંટગ પણ રાખવામાં આવતું હતું.
અમદૃાવાદૃ ક્રાઈમ બ્રાન્ચે નારોલ સર્કલ પાસેથી ડુંગળીની આડમાં થતી ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દૃાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના દીપક જાટ અને સતેશ પાવરાની ધરપકડ કરી છે. ૨.૦૩ કરોડની િંકમતનો ૪૦૬ કિલો ગાંજો કબજે કર્યો છે.
આરોપીઓ મહારાષ્ટ્રના કરમાલા ખાતેથી આ ગાંજાનો જથ્થો ડિલિવરી આપવા માટે નારોલ પાસે આવી રહૃાા હતા. તે સમયે ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી ગાંજાનો જથ્થો કબજે કર્યો છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચે કુલ ૨.૦૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે ગાંજો સપ્લાય કરવા માટે તેના મુખ્ય સપ્લાયર પાયલોટ તરીકે ગાંજાથી એક કિલોમીટર આગળ પાયલોિંટગ આપતા હતા.
બે કરોડથી વધુનો ગાંજો કબજે કરી ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા હકીકત સામે આવી કે કરમાલાના ડુંગર વિસ્તારમાં ગેરકાયદૃેસર રીતે ગાંજાની ખેતી કરવામાં આવી રહી છે. અને તે ગાંજો સાગર પાવરા અને શાંતારામ પાવરાએ મોકલ્યો હતો. ઉપરાંત શાંતારામ પાવરા ગાંજા ભરેલી ગાડીના આગળ પાયલોિંટગ આપતો હતો. જેથી ગાંજો પકડવા માટે રસ્તામાં કોઈ પોલીસની ટીમો છે કે કેમ, તે અંગે માહિતી મેળવી શકાય. પરંતુ નારોલ સર્કલ પાસે ગાંજો ભરેલી ગાડી પહોંચતા પોલીસે તેને રોકી ઝડપી પાડી. ત્યાંથી શાંતારામ પોતાનો ફોન બંધ કરી ફરાર થયો છે. સાથે જ આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે શાંતારામ આઠ મહિના પહેલા પણ અમદૃાવાદૃની અંદૃર ગાંજાનો મોટો જથ્થો સપ્લાય કરી ચૂક્યો છે. પરંતુ ફરી વખત ગાંજો અમદૃાવાદૃમાં આવે અને તે વેચાય તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો.
ગાંજાની હેરાફેરી કરનાર ઝડપાયેલા બંને આરોપી દીપક અને સતેશને ગાંજાની એક હેરાફેરી માટે ૫૦ હજાર રૂપિયા મળવાના હતા. સાથે જ શાંતારામ અને સાગર દર વખતે નવા સપ્લાયરને શોધતા અને ગાંજાની હેરાફેરી કરતા હતા. જેથી કરી ગાંજાની માહિતી પોલીસને ન પહોંચે. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે કરોડોના ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ કરી કરમાલામાં થતી ખેતી સુધીના તાર ખોલી દીધા છે. ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.