
મહુડી સ્થિત પ્રસિદ્ધ જૈન તીર્થસ્થાનના સંચાલનને લઈને વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. જૈન તીર્થસ્થાનના ૮ ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ તેમના પર લાગેલા વિવિધ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દૃીધા છે. સાથે જ મનઘડંત આરોપ લગાવનારાઓ સામે બદનક્ષીનો દાવો કરવાની ચેતવણી આપી છે.
ટ્રસ્ટીઓએ અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અગાઉ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા બે વ્યક્તિઓને ગયા વર્ષે સામાન્ય સભ્યપદૃેથી બરતરફ કરવામાં આવ્યા હતા. તેમ છતાં, તેઓ પોતે ટ્રસ્ટી અથવા સભ્ય હોવાનું ખોટું પ્રતિનિધિત્વ આપી ભક્તોમાં ગેરસમજ ફેલાવી રહૃાા છે અને ટ્રસ્ટની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહૃાા છે.
ટ્રસ્ટ પર લાગેલા ૬૫ કિલો સોનાની હેરાફેરીના આક્ષેપોને ટ્રસ્ટીઓએ નિરાધાર ગણાવ્યા. તેમના જણાવ્યા અનુસાર, મંદિૃર સુવર્ણીકરણ માટે ખરીદૃાયેલ સોનાના કાયદૃેસર ટેક્સ-પેઈડ બિલ ઉપલબ્ધ છે અને ૨૦૧૭થી ૨૦૨૫ સુધીના ઓડિટેડ રિપોર્ટ્સમાં તેની નોંધ છે. લેબોરેટરી ટેસ્ટિંગ અંગે ઉઠાવાયેલા સવાલોના જવાબમાં ટ્રસ્ટીઓએ જણાવ્યું કે લેબ ટેસ્ટ સોનાની ગુણવત્તા નક્કી કરે છે, વજન નહીં.
ટ્રસ્ટના લોકર ખોલવા માટે ત્રણ અલગ-અલગ ટ્રસ્ટીઓ પાસે રહેલી ચાવીઓ અનિવાર્ય છે. એક વ્યક્તિ દ્વારા લોકર ખોલવાની શક્યતા જ નથી. ટ્રસ્ટીઓએ દૃાવો કર્યો કે ૧ ગ્રામ સોનાની પણ ગેરવહીવટ સાબિત થાય તો તેઓ તમામ હોદ્દા પરથી રાજીનામું આપવા તૈયાર છે.
ટ્રસ્ટીઓની નિયુક્તિ ગેરકાયદૃે હોવાના આક્ષેપ અંગે જણાવાયું કે ૨૦૦૨થી ૨૦૨૦ દરમિયાન દર ત્રણ વર્ષે થયેલી નિયુક્તિઓના દસ્તાવેજી પુરાવા ઉપલબ્ધ છે.અમદાવાદમાં ખરીદૃાયેલ મકાન અંગે સ્પષ્ટતા કરવામાં આવી કે તે જૈન સાધુ-સાધ્વીઓના વિહાર અને ધાર્મિક કાર્યો માટે ટ્રસ્ટના નામે ખરીદૃાયું છે અને તેનો વ્યક્તિગત ઉપયોગ થતો નથી.
ટ્રસ્ટીઓએ વધુમાં જણાવ્યું કે ૨૦૨૩માં તીર્થ ખાતે ભંડારમાંથી ચોરી કરતા બે વ્યક્તિ સીસીટીવીમાં ઝડપાયા હતા અને તેમને તાત્કાલિક દૃૂર કરવામાં આવ્યા હતા. હાલ લગાવવામાં આવતા આરોપો તે કાર્યવાહીનો બદૃલો લેવા માટેના પ્રયાસ હોવાનું ટ્રસ્ટીઓનું કહેવું છે. હાલ મામલો ગંભીર બનતાં ભક્તોમાં િંચતા વ્યાપી છે. ટ્રસ્ટ સંચાલન સંબંધિત આ વિવાદનો અંત કાનૂની પ્રક્રિયા અને સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.