ગુજરાતમાં ૨૦ ફેબ્રુઆરી સુધી શુષ્ક હવામાન, તાપમાનમાં ફેરફાર નહીં

: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી. આગામી ૨૦ ફેબ્રુઆરી સુધી રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની ધારણા છે. તેનો સીધો અર્થ એ થયો કે હાલની ગરમીમાં કોઈ ખાસ રાહત મળવાની શક્યતા નથી અને વરસાદૃની પણ કોઈ નોંધપાત્ર શક્યતા દૃેખાતી નથી.

હાલમાં રાજ્યમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહૃાા છે. આ પવનોને કારણે દિવસ દરમિયાન તાપમાન થોડું વધતું જોવા મળે છે, જ્યારે સવારે અને સાંજે હળવી ઠંડક અનુભવાય છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ સ્થિતિ આગામી થોડા દિૃવસો સુધી યથાવત રહેશે.

પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ૧૭ અને ૧૮ ફેબ્રુઆરી પછી હળવો પશ્ર્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે. આ પશ્ર્ચિમી વિક્ષેપની અસર પાકિસ્તાન અને રાજસ્થાન નજીકના વિસ્તારોમાં જોવા મળશે.ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને કમોસમી વરસાદની શક્યતા છે, જ્યારે મેદૃાની વિસ્તારોમાં ૫ થી ૨૦ મીમી વરસાદ પડી શકે છે.

આ આગાહી મુજબ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું આકાશ રહેશે. કચ્છના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે. જો કે , સમગ્ર ગુજરાતમાં વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે વધતી ભેજને કારણે જીરાના પાક પર અસર થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જીરું તથા ઘઉંનો પાક હાલમાં વૃદ્ધિ અવસ્થામાં છે. ભેજ અને તાપમાનમાં અચાનક ફેરફાર થવાથી પાકમાં રોગચાળો ફેલાઈ શકે છે, તેથી ખેડૂતોએ યોગ્ય દૃવાઓ અને સંભાળ રાખવાની જ‚ર છે.૧૮ ફેબ્રુઆરીએ બંગાળની ખાડીમાં નીચું દૃબાણ સર્જાવાની ધારણા છે. આ સિસ્ટમ આગળ જઈને સ્પષ્ટ લો પ્રેશર વિસ્તારમાં પરિવર્તિત થઈ શકે છે. જો આ ભેજ અરબી સમુદ્ર તરફ ખસી જશે, તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં ખલેલ પહોંચી શકે છે.

૨૫ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેમ કે આહવા, વલસાડ, નવસારી અને સુરત પ્રભાવિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વાદળછાયું આકાશ અથવા કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દૃરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ આ અસર જોવા મળી શકે છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ અથવા છૂટાછવાયા વરસાદની શક્યતા છે. હાલમાં આગામી બે થી ત્રણ દિવસમાં કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો અને આકાશમાં વાદળોદેખાઈ શકે છે.

ગુજરાતમાં હાલ ૨૦ ફેબ્રુઆરી સુધી મુખ્યત્વે શુષ્ક હવામાન રહેશે અને તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જો કે, ૧૭-૧૮ ફેબ્રુઆરી પછી પશ્ર્ચિમી વિક્ષેપ અને બંગાળની ખાડીમાં સર્જાનાર લો પ્રેશર સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થઈ શકે છે. ખાસ કરીને ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત રાખવા જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.