દિવ્યાંગ સશક્તિકરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું : ALIMCO દ્વારા ત્રણ-દિવસીય એસેસમેન્ટ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન

ત્રણ દિવસના આ સઘન કેમ્પમાં જીલ્લાના કુલ 222 દિવ્યાંગજનોનું તેમની વ્યક્તિગત જરૂરિયાત દિવ્યાંગતાની ટકાવારીના આધારે તબીબી નિષ્ણાતો દ્વારા કરાયું ઝીણવટભર્યું મૂલ્યાંકન.

ગુજરાત સરકારની દિવ્યાંગ કલ્યાણ યોજના હેઠળ દાહોદ જીલ્લાના દિવ્યાંગજનોને આધુનિક સહાયક ઉપકરણો પૂરા પાડવાના ઉમદા લક્ષ્ય સાથે, દાહોદ જીલ્લાના વિવિધ સ્થળો ખાતે તા. 26/11/2025 સ્થળ બ્લાઈંડ વેલ્ફેર કાઉન્સિલ , દાહોદ ગરબાડા, લીમખેડા, તા. 27/11/25 સંજેલી સી.એચ.સી. તથા સંજેલી, ઝાલોદ, ફતેપુરા, સુખસર, તા. 28/11/2025 સિવિલ હોસ્પિટલ , દેવગઢ બારિયા, ધાનપુર ખાતે આર્ટિફિશિયલ લિમ્બ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ALIMCO) દ્વારા એક વિશાળ અને સફળ ત્રિ-દિવસીય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય ઉદ્દેશ: ગતિશીલતા અને આત્મનિર્ભરતામાં વધારોઆ કેમ્પનો પાયાનો ઉદ્દેશ દિવ્યાંગજનોની ગતિશીલતા (Mobility) માં નોંધપાત્ર વધારો કરી તેમને વધુ આત્મનિર્ભર (Self-reliant)ં બનાવવાનો હતો. આ માટે, રાજ્ય સરકારની યોજના અંતર્ગત તેમને મોટરાઇઝ્ડ ટ્રાયસાયકલ (Motorized Tricycle) અને વ્હીલ ચેર જેવા અદ્યતન સહાયક ઉપકરણો પૂરા પાડવા માટેની જરૂરી પ્રારંભિક મૂલ્યાંકન (Assessment))ં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. 222 દિવ્યાંગજનોનું મૂલ્યાંકન: જીલ્લાના વિવિધ તાલુકાઓ આવરી લેવાયા.

ત્રણ દિવસના આ સઘન કેમ્પમાં જીલ્લાના કુલ 222 દિવ્યાંગજનોનું તેમની વ્યક્તિગત જરૂરિયાત તથા આરોગ્ય ખાતામાંથી આપવામાં આવતા દિવ્યાંગ પ્રમાણપત્રમાં દર્શાવેલ દીવ્યાંગતાની ટકાવારીના આધારે તબીબી નિષ્ણાતો દ્વારા ઝીણવટભર્યું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ મૂલ્યાંકન અંતર્ગત નીચે મુજબના તાલુકાઓને આવરી લેવામાં આવ્યા હતા. આ કેમ્પમાં દરેક દિવ્યાંગજનને તેની દિવ્યાંગતાના પ્રકાર અને જરૂરિયાત મુજબના યોગ્ય સાધન માટે પસંદ કરવામાં આવ્યા હતા.

જીલ્લા વહીવટી તંત્ર અને ALIMCOદ્વારા દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે લેવાયેલો આ એક ખૂબ જ પ્રશંસનીય અને માનવીય અભિગમ ધરાવતો પગલું છે. ટૂંક સમયમાં જ આ મૂલ્યાંકન પ્રક્રિયામાં પાત્રતા ધરાવતા તમામ દિવ્યાંગજનોને ગુજરાત સરકારની યોજના હેઠળ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવશે. જેનાથી તેમના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવશે.