ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં યોજાયેલા આરોગ્ય કેમ્પમાં 4424 લાભાર્થીઓ લીધો આરોગ્ય સેવાનો લાભ.
દાહોદ જીલ્લા પંચાયતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા, જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતના દિશા-સૂચન હેઠળ ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે.
આ અભિયાન અંતર્ગત જીલ્લામાં આવેલા 75 પ્રાથમિક તથા શહેરી આરોગ્ય કેન્દ્રોના વિસ્તારોમાં વિશાળ હેલ્થ કેમ્પો યોજાયા હતા. ગામે-ગામ પહોંચેલા આ આરોગ્ય કેમ્પોને પ્રજાજનોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. કુલ 4424 લાભાર્થીઓ, જેમાં 2327 સ્ત્રીઓ અને 2097 પુરૂષો, વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લઈ શક્યા.
હેલ્થ કેમ્પોમાં પ્રદાન થયેલી મુખ્ય આરોગ્ય સેવાઓ
સગર્ભા સ્ત્રીઓની તપાસ : 245
પી.એમ.જય એ.વાય. કાર્ડ બનાવ્યા : 294
જનરલ હેલ્થ ચેક-અપ : 1345
એન.સી.ડી. તપાસ (ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરે) : 1840
સિકલ સેલ તપાસ : 183
ટી.બી. તપાસ : 137
રસીકરણ સેવાઓ : 57
કેન્સર સ્ક્રીનિંગ : 304
આ હેલ્થ કેમ્પોને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અંગેની જાગૃતિમાં વધારો થયો છે. ગામના લોકો હવે સમયસર, ગુણવત્તાયુક્ત અને સરળ આરોગ્ય સેવાઓ પોતાના વિસ્તારમાં જ મેળવી શકતા થયા છે. આરોગ્ય ક્ષેત્રે આ અભિયાન એક ઉજાસ કિરણ સાબિત થયું છે.