કાલોલના અલીન્દ્રા લાવા કાસ્ટ કંપની સામે અજાણ્યા ટ્રેકટર બાઈક ચાલકને ટકકર મારતાં દવા સારવાર દરમિયાન 23 વર્ષીય યુવકનું મોત

કાલોલ તાલુકાના અલીન્દ્રા લાવા કાસ્ટ કંપની ગેટ સામે રોડ અજાણ્યા ટ્રેકટર ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને બાઈકને ટકકર મારી બાઈક ચાલકને ગંભીર બઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું.

કાલોલ તાલુકાના અલીન્દ્રા લાવા કાસ્ટ કંપની ગેટ સામે રોડ ઉપર મોટર સાયકલ નંબર જીજે.06.એસસી.1495ના ચાલક ભુમિષકુમાર દશરથસિંહ ગોહિલ ઉ.વ.23 (રહે. દીયાપુરા. તા. સાવલી) પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા ટ્રેકટરનો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને બાઈકને ટકકર મારી ભુમિષ ગોહિલને ગંભીર ઈજાઓ પહોચાડતા દવા સારવાર માટે ખસેડવામાં આવેલ જ્યાં દવા સારવાર દરમિયાન યુવકનું મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.