મહીસાગર જીલ્લા મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR)

મહીસાગર જીલ્લાના તમામ વિધાનસભા મતવિભાગમાં તા. 29 તથા 30 નવેમ્બરના રોજ મેગા કલેકશન કેમ્પનું આયોજન.

મહીસાગર જીલ્લાની તમામ મામલતદાર કચેરી ખાતે જઈંછ અંતર્ગત ખાસ મેગા કલેકશન કેમ્પ યોજાશે.

મહીસાગર જીલ્લામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 1લી જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. મહીસાગર જીલ્લાના તમામ બુથ લેવલ ઓફિસર(BLO)દ્વારા તા. 04/11/2025 થી તા. 04/12/2025 સુધીમાં એન્યુમેરેશન (ગણતરી) ફોર્મ દરેક મતદારોના ઘરે-ઘરે જઈને વિતરણ કરવામાં આવેલ છે. આ ભરેલા ફોર્મ પરત જમા લઈ ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. જેમાં અત્યાર સુધીમાં જીલ્લાના 75% ગણતરી ફોર્મ્સ EF) ઓનલાઈન કરવાની કામગીરી પૂર્ણ થયેલ છે.

જેના ભાગરૂપે કોઈ લાયક મતદાર રહી ન જાય, સઘન સુધારણાનો અવસર વહી ન જાય તે હેતુસર મતદારયાદીમાં નામ સુનિશ્ચિત કરવા માટે વધુ એક વાર તા. 29 નવેમ્બર (શનિવાર)ના રોજ બપોરે 12:00 થી સાંજે 05:00 કલાક સુધી તથા તા. 30 નવેમ્બર (રવિવાર)ના રોજ સવારે 10:00 થી સાંજે 05:00 કલાક સુધી મહીસાગર જીલ્લાની તમામ મામલતદાર કચેરી ખાતે મેગા કલેકશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મતદારો ભરેલા ગણતરી ફોર્મ (EF) જમા કરાવી શકશે. જે મતદારનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ-2002ની મતદારયાદીમાં ન હોય તો તેમનું નામ શોધી આપવામાં આવશે તથા મતદારનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ-2002ની મતદારયાદીમાં ન મળતું હોય તેવા કિસ્સામાં તેઓ જરૂરી પુરાવાઓ આ ખાસ ઝુંબેશના દિવસે નિયત સ્થળ અને સમયે જમા કરાવી શકશે.