
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક મોટો છબરડો સામે આવ્યો છે. જી હ…એએમસી દ્વારા શહેરના ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા હળવી કરવા કરોડોના ખર્ચે પ્રોજેક્ટ્સ તો બનાવવામાં આવે છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે આ પ્રોજેક્ટ્સ ઘણીવાર સફેદૃ હાથી સાબિત થતા હોય છે. આવું જ કંઈક પ્રહલાદનગર વિસ્તારમાં બનેલા મલ્ટિલેવલ પાર્કિંગ સાથે થયું છે.
પ્રહલાદૃનગર જેવા પોશ વિસ્તારમાં અંદૃાજે ૯૩ કરોડ પિયાના ખર્ચે છસ્ઝ્ર દ્વારા એક આધુનિક મલ્ટિલેવલ પાર્કિંગ બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. અમદાવાદ કોર્પોરેશનનો એ વખતે એવો ઉદ્દેશ્ય હતો કે લોકોને રોડ પર પાર્કિંગ કરવાને બદલે સુરક્ષિત જગ્યા મળે. નીચે આવેલી ઓફિસો અને દૃુકાનો ભાડે આપીને લાખોની આવક મેળવી શકાય. પરંતુ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા બાદ આ ઉદ્દેશ્યનું સૂરસૂરિયું થઈ ગયું.
નોંધનીય છે કે, એએમસી દ્વારા બનાવવામાં આવેલા બિલ્ડિંગ તૈયાર થયાના અનેક મહિનાઓ વીતી ગયા છે, લાંબા સમય બાદૃ પણ આ બિલ્ડિંગમાં કોઈ વેપારી કે સંસ્થાએ ઓફિસ કે દૃુકાનો ભાડે લેવામાં રસ દાખવ્યો નથી. પાર્કિંગનો ઉપયોગ પણ નહિવત જેવો દૃેખાય છે. આખરે, એએમસી દ્વારા આ પ્રોજેક્ટમાંથી કોઈ આવક ન થતા અને મેન્ટેનન્સનો ખર્ચ વધતા, કોર્પોરેશને હવે આ આખું બિલ્ડિંગ વેચી દૃેવાનો નિર્ણય લીધો છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી હવે ટેક્સપેયર્સના કરોડો પિયાના ધુમાડા થયા હોય તેવું ચિત્ર સ્પષ્ટ દૃેખાઈ રહૃાું છે.