
રંગીલા રાજકોટમાં ૨૬ જાન્યુઆરીની સવાર અને અગાઉની રાત આગની બે મોટી દૃુર્ઘટનાઓ લઈને આવી. શહેરના થોરાળા અને એસ્ટ્રોન ચોક વિસ્તારમાં લાગેલી આગમાં કુલ ૨૫થી વધુ પરિવારો પાયમાલ થઈ ગયા છે. કોઈકની રહેવાની છત છીનવાઈ તો કોઈકની આજીવિકાનું સાધન બળીને રાખ થઈ ગયું.
આજે વહેલી સવારે થોરાળા પોલીસ સ્ટેશનની પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પવનની ગતિ વધુ હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વપ ધારણ કર્યું હતું અને આશરે ૧૫ જેટલા ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સ્થાનિકોએ રોષે ભરાઈને હોબાળો કર્યો હતો, તેમ છતાં ૫ ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદૃ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ દૃુર્ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય ઉદૃય કાનગડ તાત્કાલિક સ્થળ પર દૃોડી આવ્યા હતા અને માનવતા દૃાખવી અસરગ્રસ્ત ૧૫ પરિવારોને સાંત્વના પાઠવી તેમજ પ્રત્યેક પરિવારને ૫,૦૦૦ની રોકડ સહાયની જાહેરાત કરી હતી.
બીજી ઘટના એસ્ટ્રોન ચોક પાસે બની હતી, જ્યાં રાત્રિના સમયે અચાનક ૧૦થી વધુ ફ્રૂટની લારીઓ સળગી ઉઠતા લાખો પિયાના ફ્રૂટનો જથ્થો અને લારીઓ બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કોઈ અસામાજિક તત્વોએ જાણીજોઈને આગ લગાડી હોઈ શકે છે. હાલ માલવિયાનગર પોલીસ અને હ્લજીન્ની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શ કરી છે. જોકે, પ્રાથમિક રીતે સીસીટીવી ફૂટેજમાં કોઈ શંકાસ્પદૃ હિલચાલ જોવા મળી નથી, પરંતુ આગનું સાચું કારણ એફએસએલ રિપોર્ટ આવ્યા બાદૃ જ સ્પષ્ટ થશે.