અમદાવાદ-ઈન્દોૈર હાઈવે ઉપર ઉડતી ધુળની ડમરીઓથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. હાઈવે ઓથોરિટીદ્વારા બાલાસિનોરથી અમદાવાદ તરફ જવાના એક સમયના 130 રૂપિયા ટોલ વસુલે છે. પણ સુવિધા મળતી નથી. તો ટોલ વસુલવાનો હેતુ શુ…?વાહનચાલકોને ખાડામાંથી જીવના જોખમે વાહનો પસાર કરવાનો વારો આવ્યો છે. ત્યારે ઓથોરિટી દ્વારા રસ્તાનુ સમારકામ કરાય તે જરૂરી બન્યુ છે.
બાલાસિનોર નજીકથી પસાર થતો અમદાવાદ-ઈન્દોૈર હાઈવે અતિ વિવાદાસ્પ રહ્યો છે. ચોમાસા બાદ હાલમાં આ રસ્તે પસાર થવુ વાહનચાલકો માટે જોખમરૂમ છે. બાલાસિનોરથી ફાગવેલ વચ્ચે મસમોટા ખાડાઓમાં ઓથોરિટી દ્વારા ફકત ડસ્ટ પુરી સંતોષ માનવામાં આવતા હાલ વાહનો પસાર થતાં ધુળની ડમરીઓ ઉડી રહી છે. જેનાથી શિયાળાની શરૂઆતમાં જ આ ધુળ વાહનચાલકો, રાહદારીઓ અને ગ્રામજનોને શ્ર્વાસ મારફતે શરીરમાં પ્રવેશીને નુકસાન પહોંચાડી રહ્યો છે. હાઈવે ઓથોરિટી બાલાસિનોરથી અમદાવાદ જવાના એક ટાઈમના 130 રૂપિયા વસુલે છે. પણ સમસ્યાની વાત કરીએ તો યોગ્ય જવાબ અપાતો નથી. અને લોકોને ધુળિયા રસ્તામાંથી પસાર થવુ પડે છે.