જેસાવાડાના લક્ષ્મીબેન રાઠોડ અને તેમનો છોકરો સુર્યદેવ બંને વડવા ખાતે ખેતરમાં ધઉં કરેલા હોય પાળિયા બાંધવા ગયા હતા. તે દરમિયાન સુર્યદેવ પર તેના મિત્ર કુલદીપનો ફોન આવ્યો હતો. બાદ સુર્યદેવ અને તેનો મિત્ર બંને મોટરસાયકલ લઈને લીમડી બાજુ લગ્નમાં ગયા હતા. ત્યારબાદ સુર્યદેવ તેની માતાને ફોન કરી જણાવેલ કે, હું લગ્નમાં આવેલ છુ. અને મોડે સુધી આવી જઈશ. ત્યારબાદ બંને મિત્રો બાઈક પર આવતા હતા. ત્યારે મીરાખેડી દિલ્હી-મુંબઈ કોરીડોર ડાયવર્ઝન પાસે લીમડી હાઈવે પર પુરઝડપે અને ગફલતભરી રીતે મોટરસાયકલ હંકારતા સ્લિપ ખાઈ ગઈ હતી. જેમાં સુર્યદેવના મોઢાના ભાગે માથાના અને શરીરના ભાગે ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નીપજયું હતુ. ધટનાની જષવાણ મોડી રાત્રે સુર્યદેવની માતાને થતાં પરિવારજનો તાત્કાલિક મીરાખેડી પહોંચી ગયા હતા. આ સંદર્ભે લીમડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.