
સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે આવેલા તડકેશ્ર્વર વિસ્તારમાં કરોડો પિયાના ખર્ચે બનાવવામાં આવેલી નવી પાણીની ટાંકી અચાનક ધરાશાયી થતાં ભારે ચકચાર મચી ગઈ છે. ૧૧ લાખ લિટર ક્ષમતા ધરાવતી આ વિશાળકાય ટાંકી ટેસ્ટિંગ દૃરમિયાન તૂટી પડી હતી.
મળતી માહિતી અનુસાર, ટાંકીના પરીક્ષણ માટે તેમાં આશરે ૯ લાખ લિટર પાણી ભરવામાં આવ્યું હતું. તે દૃરમિયાન જમીનના ભાગેથી એક બાજુ ટાંકી અચાનક તૂટી પડતા આખી પાણીની ટાંકી ધરાશાયી થઈ ગઈ. આ દૃુર્ઘટનામાં કામ પર હાજર ત્રણ મજૂરોને ઇજાઓ પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના બાદૃ સૌથી િંચતાજનક બાબત એ સામે આવી છે કે એટલી મોટી દૃુર્ઘટના છતાં જવાબદૃાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સ્થળ પર હાજર રહૃાા નહોતા. જેના કારણે બાંધકામની ગુણવત્તા, દૃેખરેખ અને સંભવિત ભ્રષ્ટાચાર અંગે ગંભીર પ્રશ્ર્નો ઊભા થયા છે.
આ પાણીની ટાંકી અનેક ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે બનાવવામાં આવી હતી. પરંતુ ટાંકી ધરાશાયી થતાં હવે સ્થાનિક ગ્રામજનોમાં રોષ અને ભયનો માહોલ જોવા મળી રહૃાો છે. ગ્રામજનોએ આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે અને જવાબદૃાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા માટે અવાજ ઉઠાવ્યો છે. પ્રશાસન દ્વારા હાલ ઘટનાની તપાસ શ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ જમીનસ્તરે જવાબદૃારી નક્કી થશે કે નહીં તે અંગે લોકોમાં શંકા જોવા મળી રહી છે.