અમૂલ ડેરી સંઘનું ઐતિહાસિક વાર્ષિક ટર્નઓવર રૂ. ૧૪.૦૯૯ કરોડને પાર

આણંદૃ,ખેડા અને મહિસાગર જિલ્લાના પશુપાલકોની સહકારી અસ્ક્યામત એવી ખેડા જિલ્લા સહકારી દૃૂધ ઉત્પાદૃક સંઘ અમૂલ ડેરીની ૭૯ મી અને અમૂલ રિસર્ચ એન્ડ ડેવલપમેંટ અસોશિએશનની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા સરદૃાર પટેલ સભાગૃહ, અમૂલ ડેરી આણંદૃ ખાતે ચેરમેન સાભેિંસહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન સાભેિંસહ પરમારે પશુપાલકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ સંઘે સરેરાશ ૪૮.૧૬ લાખ કિલોગ્રામ દૃૂધ પ્રતિદિૃન ગુણવત્તાસભર રીતે સંપાદિૃત કર્યું છે. સંઘનું ટર્નઓવર ૧૪,૦૯૯ કરોડ પાર કરી ગયું છે, જે ઇતિહાસમાં સૌથી વધુ છે અને ગયા વર્ષની તુલનામાં ૯.૨૦% વૃદ્ધિ દૃર્શાવે છે. પ્રતિ કિલો ફેટ માટે ૧૦૨૮ જેટલી ચુકવણી કરવામાં આવી છે, જે અગાઉની તુલનામાં ૯.૩૯ ટકા વધારે છે. જ્યારે ૯૮ થી વધુ પરિવારોને વીમા સહાય તરીકે ૨ કરોડથી વધુ લાભ આપવામાં આવ્યો છે.

અમૂલ ડેરીની ૭૯મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન સાભેિંસહ પરમાર દ્વારા હાજર દૃૂધ મંડળીના સભ્યોનું સ્વાગત અને અભિનંદૃન પાઠવી જણાવ્યું હતું કે આ એક સહયોગ જ છે, જેના કારણે અમૂલ ડેરીએ છેલ્લા ૭૯ વર્ષમાં દૃેશના ડેરી ક્ષેત્રે ઉચ્ચ વિકાસ, ગુણવત્તા અને ઉત્પાદૃન ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદૃર્શનો આપ્યા છે. ચેરમેન દ્વારા સંઘના સ્થાપકો સરદૃાર પટેલ, ત્રિભુવનદૃાસ પટેલ તથા ડૉ. વર્ગીસ કુરીયનનું સ્મરણ કરી તેમના નિ:સ્વાર્થ યોગદૃાનને સન્માનિત કરતા કહેવામાં આવ્યું કે, આ મહાન પ્રતિભાઓ ધ્વારા ભારતીય ડેરી અને સહકારી ચળવળ માટે આપેલા યોગદૃાનને ક્યારેય ભૂલી શકાતું નથી. ચેરમેન દ્વારા વધુમાં જણાવાયું કે, વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દૃરમિયાન ચેરમેન વિપુલ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર તથા બોર્ડના તમામ સભ્યોના સંયુક્ત પ્રયત્નથી દૃૂધ સંપાદૃન, ઉત્પાદૃન વિસ્તરણ, પ્લાન્ટોનું શુદ્ધિકરણ અને નવા પ્રોજેક્ટના અમલીકરણમાં અત્યંત સાર્થક પ્રગતિ નોંધાઈ છે.

ચેરમેન દ્વારા આગલા સમયગાળામાં પણ બોર્ડ સભ્યો અને દૃૂધ મંડળીના સભાસદૃો સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહના સહકારથી દૃેશને પ્રગતિની દિૃશામાં આગળ લઇ જવા આતુરતા દૃર્શાવવામાં આવી હતી. વધુમાં ચેરમેન દ્વારા જણાવ્યું કે, અમૂલના સાચા માલિક દૃૂધ ઉત્પાદૃક ખેડૂતો અને પશુપાલકો જ છે. આ કારણે દૃરેક નિર્ણય, દૃરેક ‚પિયા અને વ્યવહાર ખાલી નફા માટે નહીં પરંતુ પશુપાલકોના હિતને કેન્દ્રમાં રાખી છે. વર્ષ દૃરમિયાન પશ્ર્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્રપ્રદૃેશ, આસામ, તમિલનાડુ અને નવા રાજ્યો કર્ણાટક અને ઓરિસ્સામાં દૃૂધ સંપાદૃન પ્રક્રિયા શ‚ થવાની જાહેરાત કરવામાં આવી હતી. ચેરમેને આણંદૃ ખાતે વધતી પુરવઠા ક્ષમતા માટે નવા આરઓ અને સોટ વોટર પ્લાન્ટ્સ, ઓટોમેટિક મિલ્ક સેમ્પિંલગ સિસ્ટમ વગેરે ઉદ્યોગિક સુવિધાઓનું પણ ઉલ્લેખ કર્યો હતો. સંઘ પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચત માટે સોલર પાવર જનરેશન પ્રોજેક્ટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, નાના બાયો-ગેસ પ્લાન્ટ અને ભવિષ્યમાં વધુ પ્લાન્ટ પણ સ્થાપવાની યોજનાને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. સભાની શ‚આતમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વિજય પટેલ દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા આવકાર્યા હતા.

સભાના અંતે અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ પાઠક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સભામાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી તથા અતિથિવિશેષ તરીકે આણંદૃ જિલ્લાના સાંસદૃ મિતેષ પટેલ, ખેડા જિલ્લાના સાંસદૃ દૃેવુિંસહ ચૌહાણ તેમજ પંચમહાલ જિલ્લાના સાંસદૃ રાજપાલિંસહ જાદૃવ ઉપસ્થિત રહૃાા હતા. આ સભામાં આણંદૃના ધારાસભ્ય યોગેશ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રિંસહ પરમાર, ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓ બેક્ધના ચેરમેન તેજશ પટેલ તથા અમૂલ ફેડરેશનના મેનેિંજગ ડિરેક્ટર ડૉ.જયેન મહેતા હાજર રહૃાા હતા.