
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે સવારે તેમણે જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જે બાદ પીએમ મોદી સહિત જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬’નું ઉદ્ઘાટન કર્યું હતું.આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતાં ગાંધી આશ્રમની મુલાકાત બાદમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ અમદાવાદમાં યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી
અહીં તેમણે અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ જેવા બનાવેલા સ્થાપત્યો નિહાળ્યા હતા. ત્યાં ઉપસ્થિત કલાકારોને નિહાળ્યા બાદ પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝે પતંગ ઉડાવવાની પણ મઝા માણી હતી.
નોંધનીય છે કે, અમદાવાદ ખાતે ૧૨થી ૧૪ જાન્યુઆરી દરમિયાન યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની વિવિધ પ્રકારની રંગબેરંગી મોટી પતંગો આકાશમાં લહેરાશે. જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. આ ઉપરાંત, ૧૩ જાન્યુઆરીના રોજ રાત્રિ પતંગ ઉડાનનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં, પતંગ મહોત્સવ દરમિયાન અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વૉક-વે પર રચાયેલું પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથે-સાથે સાંજે ૭.૦૦ વાગ્યાથી આયોજિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકષત કરશે. આ કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા કિંજલબેન દવે પ્રસ્તુતિ કરશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.અહીં તેમણે અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આશ્રમના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. વડાપ્રધાને આશ્રમને વધુ આકર્ષક, આધુનિક અને વૈશ્ર્વિક સ્તરે પ્રેરણાોત બનાવવા માટેની યોજનાઓ પર ચર્ચા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. આ પ્રોજેક્ટ મહાત્મા ગાંધીના વારસાને જાળવી રાખીને નવી પેઢીને તેમના આદર્શો સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહ્યો છે.
વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો.
તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્ર્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એક્સાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે.તેમણે જણાવ્યું કે “સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્ર્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એક્સાથે જોડે છે. દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે.”આ સંદેશ આશ્રમની ડાયરીમાં નોંધાયો, જે વૈશ્ર્વિક સ્તરે ગાંધીજીના વિચારોની પ્રસ્તુતતા દર્શાવે છે. બંને નેતાઓએ આશ્રમમાં ગાંધીજીના જીવન અને કાર્ય વિશે વિગતવાર માહિતી મેળવી અને તેમના આદર્શોથી પ્રભાવિત થયા. ગાંધી આશ્રમની આ મુલાકાત પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ, સાબરમતી આશ્રમના ચેરપર્સન કાતકેય સારાભાઈ, સાબરમતી આશ્રમ રિવડેલપમેન્ટ કમિટીના ચેરમેન આઈ.પી. ગૌતમ, અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર તથા જર્મન ડેલીગેશન અને ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.