
તાલુકા પંચાયત દાહોદ ખાતે દાહોદ ઘટક-1ના તમામ આંગણવાડી કાર્યક્રર બહેનોની આદર્શ આંગણવાડી ચલાવવા માટેની SOP ની તાલીમ યોજાઈ હતી. દાહોદ તાલુકા પંચાયત કચેરી દાહોદ ખાતે સી.ડી.પી.ઓના અધ્યક્ષ સ્થાને મુખ્ય સેવિકા બેનો, NNM,PSEદ્વારા દાહોદ ઘટક-1ના તમામ આંગણવાડી બહેનોની તાલીમ યોજાઈ હતી. આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP)ની તાલીમયોજાઇહતી. સી.ડી.પી.ઓ એ આંગણવાડી કેન્દ્રોની વિઝીટ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કુપોષણ અને આંગણવાડી કેન્દ્રો નિયમિત ખુલે આંગણવાડી કાર્યકરને કુપોષિત બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સમયસર કામગીરી થાય એ બાબતે ભાર પૂર્વક સૂચના આપવામાં આવી હતી. વધુમાં સી.ડી.પી.ઓ. એ જણાવ્યું કે, લાભાર્થીઓની એન્ટ્રી, પોષણ સંગમ યોજનાના અમલીકરણ બાબતે, સર્વે મુજબના તમામ લાભાર્થીઓની પોષણ ટ્રેકરમાં નવા લાભાર્થીઓની નોંધણી, આધાર મેચિંગ, ગૃહ મુલાકાત વગેરે બાબતે કામગીરી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી. કામગીરી સંતોષકારક ન જણાય તો સંબંધિત કર્મચારીને ફરજ મુક્ત કરવા અગાઉથી જાણ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી હતીતમામ આંગણવાડી કાર્યકર બહેનોને આઈ.સી.ડી. એસ અંતર્ગત ચાલતી સરકારની તમામ યોજનાઓનો મહત્તમ લાભ લેવા સાથે સરકારની તમામ યોજનાના લાભ લાભાર્થીઓને સમયસર આપવા માટે સૂચના આપવામાં આવી હતી.