
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ ના વિધાર્થી સંઘ દ્વારા તા.10-01-2026 ના રોજ પતંગ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થી સંઘના વિધાર્થી હોદ્દેદારો દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના આયોજન માટે કોલેજના કાર્યકારી આચાર્ય ર્ડા. જી.જે.ખરાદી એ પ્રોત્સાહન આપીને આયોજનને બિરદાવ્યુ હતું. સમગ્ર કાર્યક્રમ વિધાર્થી સંઘના શિખા મોઢીયા અને ભૂમિ ટીલવાણી ની આગેવાની હેઠળ થયેલ હતો. જેમાં સૌ સ્ટાફ સભ્યો એ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને શુભેરછા પાઠવી હતી.