અમદાવાદના ફલાવર શોની સુંદરતાથી વડાપ્રધાન મોહિત થયા ,તસવીરો પોસ્ટ કરી

અમદાવાદમાં ૧ જાન્યુઆરીથી ફલાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફલાવર શોમાં સતત ત્રીજા વર્ષે ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એકસ પર લાવર શોની કેટલીક તસવીરો શેર કરી હતી.

વડાપ્રધાન મોદીએ અમદાવાદ ફલાવર શોની તસવીરો શેર કરતા એકસ પર લખ્યુ, અમદાવાદનો ફલાવર શો ચોક્કસ બધાને મોહિત કરશે! તે સર્જનાત્મક્તા અને જનભાગીદારીનું એક અદ્ભુત ઉદાહરણ છે. તે શહેરની જીવંત ભાવના અને પ્રકૃતિ સાથેના તેના જોડાણને સુંદર રીતે દર્શાવે છે. આફલાવર શોની ભવ્યતા અને કલ્પના દર વર્ષે કેવી રીતે વધતી રહે છે તે જોવું પણ પ્રેરણાદાયક છે. અહીં લાવર શોની કેટલીક મનમોહક તસવીરો છે.

આ સાથે જ વડાપ્રધાન મોદીએ લખ્યુ, અમદાવાદ ફલાવર શો સર્જનાત્મક્તા, ટકાઉપણું અને સમુદાય ભાગીદારીને એક્સાથે લાવે છે, જ્યારે શહેરની જીવંત ભાવના અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને સુંદર રીતે પ્રદશત કરે છે. વર્ષોથી આ ફલાવર શોમાં કદ અને કલ્પનાશક્તિ કેવી રીતે વધી છે તે પણ પ્રશંસનીય છે. મોદીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત ફલાવર શોની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં બુલેટ ટ્રેન, નટરાજ, ઉતરાયણ, વેલકમ કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦, ઇસરો, શિવજીનું એક સ્કલ્પચર મુખ્ય હતું.

અમદાવાદના ફલાવર શોને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકસ પર પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ લખ્યુ, આપણઆ બધા માટે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ૧૪મા લાવર શોમાં આ વર્ષે બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા. વિશ્ર્વના સૌથી મોટા ફૂલ મંડલા અને સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્ર્વના સૌથી મોટા ફૂલોના ચિત્ર સાથે – અમદાવાદ લાવર શોએ સતત ત્રીજા વર્ષે વિશ્ર્વ રેકોર્ડની હેટ્રિક હાંસલ કરી છે. અમદાવાદ લાવર શોએ અગાઉ ૨૦૨૪ માં વિશ્ર્વની સૌથી ઊંચી ફૂલ રચના અને ૨૦૨૫માં વિશ્ર્વની સૌથી મોટી ફૂલોની ગુલદસ્તો બનાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પ્રવેશ કર્યો હતો. ૨૦૨૬ માં બે નવા વર્લ્ડ રેકોર્ડ સાથે, આ ઇવેન્ટ સર્જનાત્મક્તા અને ઉત્તમ આયોજન કૌશલ્યનું એક અનોખું ઉદાહરણ બની ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આયોજિત, આ લાવર શો અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટીને વૈશ્ર્વિક મંચ પર એક અનોખી ઓળખ આપી રહ્યો છે. આ લાવર શો ફક્ત ફૂલોનું પ્રદર્શન નથી, પરંતુ ભારતના સાંસ્કૃતિક વારસા, રાષ્ટ્રીય એક્તા અને આધુનિક ભારતની સર્જનાત્મક શક્તિનો ભવ્ય ઉજવણી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદના તમામ નાગરિકોને આ ભવ્ય સિદ્ધિ બદલ હાદક અભિનંદન.