૫૮ લાખ કરોડની નેટવર્થ ધરાવતા વિશ્વના પ્રથમ વ્યક્તિ, સ્પેસએક્સનું મૂલ્ય ૭૨.૮૦ લાખ કરોડ મસ્કની સંપત્તિ એક જ દિવસમાં વધી, અંબાણી અને અદાણીની સંપત્તિ જેટલી

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિ ૬૦૦ બિલિયન ( ૫૪.૬૦ લાખ કરોડ) ને વટાવી ગઈ છે. મસ્ક આ નેટવર્થ સુધી પહોંચનારા વિશ્ર્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે. અગાઉ, ૧ ઓક્ટોબરના રોજ, મસ્કની સંપત્તિ ઇં૫૦૦ બિલિયન (૪૫.૫૦ લાખ કરોડ) સુધી પહોંચી ગઈ હતી.

સ્પેસએક્સના ૮૦૦ બિલિયન (૭૨.૮૦ લાખ કરોડ) મૂલ્યાંકન અને તેના આગામી આઇપીઓના સમાચાર પછી, મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં આશરે ૧૬૮ બિલિયન (૧૫ લાખ કરોડ)નો વધારો થયો છે. આ ભારતના બે સૌથી ધનિક વ્યક્તિઓ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની નેટવર્થ જેટલી જ છે, જેમની બંનેની નેટવર્થ લગભગ ૧૬ લાખ કરોડ છે. મસ્કની કુલ નેટવર્થ હવે આશરે ૬૩૮ બિલિયન (૫૮ લાખ કરોડ) છે. આંતરિક શેર વેચાણ બાદ, સ્પેસએક્સ વિશ્વની સૌથી મૂલ્યવાન ખાનગી કંપની બની ગઈ છે. મસ્ક સ્પેસએક્સના સ્થાપક અને સીઈઓ છે.

રોઇટર્સના મતે, કંપનીના આંતરિક શેર વેચાણથી સ્પેસએક્સની કુલ વેલ્યુએશન ૮૦૦ બિલિયન થઈ ગઈ છે. મસ્ક સ્પેસએક્સમાં આશરે ૪૨% હિસ્સો ધરાવે છે. જો કંપની યુએસ શેરબજારમાં ૮૦૦ બિલિયનના મૂલ્યાંકન પર લિસ્ટ થાય છે, તો એકલા મસ્કનો હિસ્સો જ મૂલ્યમાં ઇં૩૩૬ બિલિયનથી વધુ થઈ શકે છે.

ટેસ્લા અને એકસએઆઇ એ પણ મસ્કની સંપત્તિમાં વધારો કર્યો

ટેસ્લા: સ્પેસએક્સ ઉપરાંત, મસ્ક તેની ઇલેક્ટ્રિક વાહન કંપની, ટેસ્લામાં પણ આશરે ૧૨% હિસ્સો ધરાવે છે. ૨૦૨૫ માં ટેસ્લાના શેર અત્યાર સુધીમાં ૧૩% વયા છે. ટેસ્લાના શેરમાં પણ લગભગ ૪%નો વધારો થયો હતો, જ્યારે મસ્કે કહ્યું હતું કે કંપની આગળની પેસેન્જર સીટમાં સેટી મોનિટર વિના રોબોટિક ટેક્સીનું પરીક્ષણ કરી રહી છે. ટેસ્લામાં મસ્કનો હિસ્સો હવે આશરે ૧૯૭ બિલિયનનો છે.

મસ્કે ૧૨ વર્ષની ઉંમરે એક વિડિઓ ગેમ બનાવી અને વેચી. એલોન મસ્ક ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ છે. મસ્કે ૧૦ વર્ષની ઉંમરે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખ્યા અને ૧૨ વર્ષની ઉંમરે બ્લાસ્ટર નામની વિડીયો ગેમ બનાવી. એક સ્થાનિક મેગેઝીને તેમની પાસેથી પાંચસો યુએસ ડોલરમાં તે ખરીદી. આને મસ્કની પહેલી બિઝનેસ સિદ્ધિ ગણી શકાય.

૧૯૯૫માં તેમણે વેબ સોટવેર કંપની ઝિપ-૨ ની સ્થાપના કરી. કોમ્પેક ૧૯૯૯માં આ કંપનીને ૩૦૭ મિલિયન ડોલરમાં હસ્તગત કરી. આ સોદાથી મસ્કને કંપનીમાં ૭% હિસ્સો મળી ગયો અને ૨૨ મિલિયન ડોલર મળ્યા. આ સોદાથી એલોન મસ્કનો વ્યવસાય ખરેખર શરૂ થયો.ઇ

ટેસ્લા: ટેસ્લાની સ્થાપના ૨૦૦૩ માં માટન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગ દ્વારા કરવામાં આવી હતી. એલોન મસ્ક કંપનીના શરૂઆતના રોકાણકારોમાંના એક હતા અને ફેબ્રુઆરી ૨૦૦૪ માં ટેસ્લામાં નોંધપાત્ર રોકાણ કર્યું હતું. ત્યારબાદ મસ્ક ટેસ્લાના ચેરમેન અને પછી સીઈઓ બન્યા. ટેસ્લાનો યેય ઇલેક્ટ્રિક વાહનોને સામાન્ય લોકો માટે સુલભ બનાવવાનો અને ટકાઉ ઊર્જાને પ્રોત્સાહન આપવાનો હતો.

સ્પેસની સ્થાપના માર્ચ ૨૦૦૨ માં એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી. તેમનું સ્વપ્ન અવકાશ પ્રક્ષેપણનો ખર્ચ ઘટાડવાનું અને મંગળ પર માનવ વસાહતો સ્થાપિત કરવાનું હતું.સ્પેસએ ૨૦૦૮ માં તેનું પ્રથમ સફળ રોકેટ (ફાલ્કન ૧) લોન્ચ કર્યું, અને તેનું ડ્રેગન કેપ્સ્યુલ ૨૦૧૨ માં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે જોડાયું.

ન્યુરાલિંકની સ્થાપના ૨૦૧૬ માં એલોન મસ્ક દ્વારા કરવામાં આવી હતી. કંપનીનો હેતુ માનવ મગજ અને કમ્પ્યુટર્સને જોડતી મગજ-મશીન ઇન્ટરફેસ ટેકનોલોજી વિક્સાવવાનો છે. ન્યુરાલિંકનો ઉદ્દેશ્ય ન્યુરોલોજીકલ રોગોની સારવાર કરવાનો છે અને ભવિષ્યમાં, માનવોને કૃત્રિમ બુદ્ધિમત્તા સાથે વધુ સારી રીતે જોડવાનો છે.