ઝાલોદના માંડલીખુટા બુથ નં-૬૪ ખાતે વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિત્તે ભવ્ય વૃક્ષારોપણ અભિયાન યોજાયું

૫ મી જૂન વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિત્તે એક વૃક્ષ, સો પુત્ર સમાન-પર્યાવરણ બચાવો, ભવિષ્ય બચાવોના ઉમદા સંદેશ સાથે ઝાલોદ શહેરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઝાલોદ શહેરના માંડલીખુટા બુથ નં. ૬૪ ખાતે આવેલી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષ સાથે છોડ રોપીને આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ પર્યાવરણલક્ષી કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સમાજસેવક અને ધાર્મિક અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.

આ પ્રસંગે તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ, ભાજપ કાર્યકર્તા અને શ્રીમદ ભાગવત કથા વક્તા નમનભાઈ વ્યાસ, શ્રીમદ ભાગવત કથાના યજમાન અશોકભાઈ વાલાભાઈ કાટકડ, ઝાલોદ નગરપાલિકાના સભ્ય વનાભાઈ ગારી, દાહોદ જીલ્લા માલધારી સેલના પૂર્વ પ્રમુખ જગુભાઈ ગુજ્જર તેમજ ઝાલોદ શહેર ભાજપના ઉપપ્રમુખ નારણભાઈ ગુજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગામના અગ્રણીઓ સવ ગરવરભાઈ કાટકડ, મગનભાઈ ખાડ, સુરેશભાઈ કાટકડ, નંદકુમાર દેવડા, ધમશાભાઈ કાટકડ, બાબાલભાઈ ખનોડ, સતીભાભી કાટકડ, શાંતિભાઈ દેવડા, દામાભાઈ કાટકડ, કરશાભાઈ ખનોડ, ભાવેશભાઈ કાટકડ, જેતીભાઈ કાટકડ અને અશિતભાઈ નિનામા સહિત માંડલીખુટા પ્રાથમિક શાળાના સ્ટાફ અને ગ્રામજનોએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વાવેલા વૃક્ષોના ઉછેર અને પ્રકૃતિના જતન માટે સંકલ્પ લીધો હતો અને પર્યાવરણની સુરક્ષા કાજે સમાજના દરેક વર્ગના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.