
ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, ઝાલોદ ખાતે C.W.D.C. (Collegiate Women’s Development Cell) અંતર્ગત કૉલેજના આચાર્યશ્રી ડૉ. એ. આર. મોદી સાહેબના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ વિશેષ ‘મહેંદી સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કલા અને કૌશલ્યના આ સુંદર અભિગમમાં કૉલેજની ૩૧ જેટલી ઉત્સાહી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની સર્જનાત્મક શક્તિઓનું અદભુત પ્રદર્શન કર્યું હતું.
વિદ્યાર્થીનીઓમાં છૂપાયેલી કલાગુણોને પ્રોત્સાહન પૂરું પાડતી આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિજેતાઓમાં
પ્રથમ ક્રમ: મિનાક્ષી કે. ડાંગી (બી એ Sem-3)
દ્વિતીય ક્રમ: શિફા આઈ. ડોકીલા (બી એ Sem-3)
તૃતીય ક્રમ: નુઝહત આઈ. પઠાણ (બી એ Sem-5)
પ્રોત્સાહન પુરસ્કાર પ્રાપ્ત કરનાર અલફીલા એન. ગુડાલા (Sem-3) રહ્યા હતા.
આ સ્પર્ધામાં સહભાગી બનેલી તમામ વિદ્યાર્થીઓની કલાને બિરદાવવા માટે ડૉ. અનીતાબેન પાદરીયા, ભારતીબેન મોદી અને ધ્વનિબેન ફડિયાએ નિર્ણાયક તરીકેની નિષ્પક્ષ અને સરાહનીય ભૂમિકા અદા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન C.W.D.C. ના કન્વીનર પ્રા. સવિતાબેન ચૌધરી દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું.