વેનેઝુએલાથી પરત ફરેલા ભારતીય નાવિકના શરીરમાંથી મગજ, દય અને અન્ય અવયવો ગાયબ મળી આવ્યા

વેનેઝુએલામાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા ભારતીય મર્ચન્ટ નેવી નાવિક રાકેશ ચૌહાણના શરીરમાંથી મગજ, હૃદય, ફેફસાં અને લીવર સહિત અનેક આંતરિક અવયવો ગાયબ મળી આવ્યાનું જાણવા મળ્યું છે. મૃત દેહ ભારતમાં પહોંચ્યા પછી બીજા પોસ્ટમોર્ટમમાં આ માહિતી મળ્યા બાદ, પરિવારે આ બાબતની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ફેડરેશન ઓફ સીફેરર્સ યુનિયન્સ ઓફ ઈન્ડિયાએ આ બાબત અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને વેનેઝુએલાના વહીવટીતંત્ર અને ભારતીય દૂતાવાસ દ્વારા તપાસની માંગ કરી છે

૩૩ વર્ષીય રાકેશ ચૌહાણ, મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી, તેમના પરિવાર સાથે મુંબઈમાં રહેતા હતા. તેઓ નવેમ્બર ૨૦૨૫ માં મર્ચન્ટ નેવીમાં જાેડાયા હતા.વેનેઝુએલામાં મરીન ફિટર તરીકે કામ કરતા હતા

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, ૭ મેના રોજ કંપનીએ અહેવાલ આપ્યો હતો કે રાકેશ ચક્કર આવવાને કારણે જહાજ પર પડી ગયો હતો, ગંભીર રીતે ઘાયલ થયો હતો. બીજા દિવસે, તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું હતું, કંપનીએ તેના મૃત્યુની જાહેરાત કરી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે પડી ગયા પછી સારવાર દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.

જોકે, જ્યારે મૃતદૃેહ લગભગ એક મહિના પછી ભારતમાં પહોંચ્યો અને બીજું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, ત્યારે પરિવારનો આરોપ છે કે મગજ, દય, ફેફસાં અને લીવર સહિત અનેક મહત્વપૂર્ણ આંતરિક અવયવો ગાયબ હતા. આનાથી મામલો વધુ વકર્યો છે.

એફએસયુઆઇ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર જાહેર કરેલા એક નિવેદૃનમાં અનેક પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. યુનિયને પૂછ્યું કે પરિવારની પરવાનગી વિના શરીરમાંથી મહત્વપૂર્ણ અંગો કેમ કાઢી નાખવામાં આવ્યા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરિવારને કેમ સોંપવામાં આવ્યો ન હતો? મૃતદૃેહ ભારત મોકલતા પહેલા સંપૂર્ણ માહિતી કેમ આપવામાં આવી ન હતી? યુનિયને એવો પણ આરોપ લગાવ્યો હતો કે મૃતદૃેહની રસીદૃ પરની સહી કથિત રીતે બનાવટી હતી, અને રોજગાર કરારમાં સૂચિબદ્ધ જહાજ રાકેશ ખરેખર જે જહાજ પર તૈનાત હતો તેનાથી અલગ છે.

યુનિયન અને પરિવારનું કહેવું છે કે આ બધા પરિબળો ગોટાળા અને સંભવિત ષડયંત્રની શંકા ઉભી કરે છે.એફએસયુઆઇએ વેનેઝુએલામાં ભારતીય દૃૂતાવાસ અને સંબંધિત અધિકારીઓ પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસ કરાવવા અને ગુનેગારો સામે પગલાં લેવાની માંગ કરી છે.