
વિપક્ષ અયોધ્યામાં રામ મંદિરમાં દાનની કથિત ચોરી પર સતત હુમલો કરી રહૃાો છે. દરમિયાન, રામ મંદિર ટ્રસ્ટના દાન અને નાણાકીય વ્યવસ્થાપન સંબંધિત વિવિધ આરોપોની તપાસ કરી રહેલી ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો કાર્યકાળ ૧૫ દિવસ લંબાવવામાં આવ્યો છે. દરમિયાન, સમાજવાદૃી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે ગંભીર આરોપ લગાવતા કહૃાું કે દાન ચોરીનો કેસ આશરે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો મોટો કૌભાંડ છે.
ઉત્તર પ્રદૃેશ સરકારે કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો કાર્યકાળ ૧૫ દિવસ લંબાવ્યો છે. દાન ચોરીના કેસના ખુલાસા બાદ, યોગી આદિત્યનાથ સરકારે ૧૩ જૂને આરોપોની તપાસ માટે એસઆઇટીની રચના કરી અને શઆતમાં તેને ૧૫ દિવસનો સમય આપ્યો.
દરમિયાન, રામ મંદિર માટે દાનના કથિત ગેરરીતિ અંગે, સમાજવાદૃી પાર્ટીના સાંસદ અને વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવે દાવો કર્યો હતો કે, “ઘણા હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ સંડોવાયેલા છે, અને આ ઓછામાં ઓછા ૨૦,૦૦૦ કરોડનું મોટું કૌભાંડ છે.” તેમણે આરોપ લગાવ્યો હતો કે ઘણા હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ સંડોવાયેલા હોવાથી, તપાસ સાચા ગુનેગારો સુધી પહોંચી રહી નથી.
સપા નેતાએ એવો પણ દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં ભક્તોએ રામ મંદિરમાં સોના, ચાંદી અને હીરાના હાર સહિત મોટી માત્રામાં િંકમતી વસ્તુઓનું દાન કર્યું છે, પરંતુ સંપૂર્ણ હિસાબ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે ઉપલબ્ધ તથ્યોના આધારે, આ ૨૦,૦૦૦ કરોડનું કૌભાંડ છે. તેમણે સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. તેમણે એવો પણ દૃાવો કર્યો હતો કે ઉત્તર પ્રદૃેશના લોકો ભ્રષ્ટાચાર અને દમનકારી નીતિઓથી કંટાળી ગયા છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે આવતા વર્ષે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદૃી પાર્ટી રાજ્યમાં સરકાર બનાવશે.
આ દરમિયાન, રાજ્ય સરકારે દાન ચોરી કેસની તપાસ કરી રહેલી ત્રણ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો કાર્યકાળ ૧૫ દિવસ માટે લંબાવ્યો છે.એસઆઇટીની રચના ૧૩ જૂને કરવામાં આવી હતી અને શરૂઆતમાં તપાસ માટે ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે એસઆઇટીએ ૨૩ જૂને તેનો પ્રારંભિક અહેવાલ રજૂ કર્યા પછી, ૨૫ જૂને આ કેસમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી.
એફઆઇઆરમાં નામ આપવામાં આવેલા આઠ આરોપીઓ: અવિનાશ શુક્લા, લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, મનીષ કુમાર યાદૃવ, રામાશંકર મિશ્રા, કરુણેશ પાંડે, સુભાષ શ્રીવાસ્તવ અને રામાશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ ચાલુ છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે કેસની સંપૂર્ણ તપાસ કરવા અને તેનો વ્યાપ વધારવા માટે એસઆઇટીનો કાર્યકાળ ૧૫ દિવસ લંબાવવામાં આવ્યો છે. ટીમમાં લખનૌ કમિશનર વિજય વિશ્ર્વાસ પંત,આઇએએસ અધિકારી, પોલીસ મહાનિરીક્ષક કિરણ એસ. અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલ રતનનો સમાવેશ થાય છે.