વેજલપુર ગામના જાગૃત નાગરિક દ્વારા વન મંત્રીને સહિત વિવિધ કચેરીમાં ફરિયાદ કરેલ અરજી લાકડા માફિયાઓના ગૃપમાં ફરતી થઇ લાકડા માફિયાઓનો ભર શિયાળે પરસેવો છૂટ્યો

કાલોલ અને ઘોઘંબા તાલુકામાંથી પાસ પરમીટ વગરના ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો માં થતી હેરાફેરીને લઈને વન મંત્રીને ફરિયાદ કરી.
-લાકડા માફિયાઓ પાસેથી હફતા વસૂલી નો પ્રસાદ મેળવતા હોવાની લોકમુખે ચર્ચાનો અરજીમાં આક્ષેપ .
-આર.એફ.ઓ. સહિત ના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં.

પંચમહાલ જીલ્લા પ્રશાસન કાર્યવાહી કરશે ખરા કે પછી હપ્તા વસૂલીનો પ્રસાદ મેળવતા રહેશે તે આવનારો સમય બતાવશે.

પંચમહાલ જીલ્લાના કાલોલ અને ઘોઘંબા તાલુકાના ગામડાઓમાં માંથી રોજ બરોજ લીલા વૃક્ષોનુ નિકંદન કરીને લાકડા માફિયાઓ દ્વારા જુના અને નંબર પ્લેટવગરના ટેકટરોમાં લાકડા ભરીને રોજના અંદાજીત 70 થી 80 ઉપરાંત ટેકટરો કોઈ પણ પાસ પરમીટ વગર વેજલપુર ફોરેસ્ટ કચેરીઓ બહાર થઈને લાકડાની મિલો સુધી પહોચતા હોય છે. અરજીમાં જણાવ્યા મુજબ કાલોલ તાલુકા અને ઘોઘંબા તાલુકામાં આવેલા ગામડાઓમાં કેટલાક લાકડા માફિયાઓ બેફામ બન્યા છે અને રોજ સાંજના સમયે ગેરકાયદેસર લાકડા ભરેલા ટેકટરો ખુલ્લેઆમ ફોરેસ્ટ ઓફિસ વેજલપુર ખાતે થઈને ગોધરામાં ખુલ્લા ખેતરોમાં નાખવામાં આવે છે. ત્યારે ભાજપની ડબલ એન્જીનની સરકાર પર્યાવરણ બચાવવા અને જંગલો બચાવવા અને જંગલો વધારવા લાખો અને કરોડો રૂપિયાના ખર્ચા કરીને નવા વૃક્ષો ઉછેરવા માટે કટીબધ્ધ છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં જંગલોની રક્ષા કરવા બેઠેલા ફોરેસ્ટ વિભાગ અધિકારીઓને રોજ બરોજ હજારો વૃક્ષોનો નાશ કરીને લાકડા માફિયાઓ દ્વારા ગેરકાયદેસર લાકડા પોતાના વાહનો ભરીને તે પણ ખુલ્લે આમ જાહેર માર્ગ તેમજ ફોરેસ્ટ કચેરીઓ બહાર થઈને પ્રશાર થાય છે તેમ આ સ્થાનિક અધિકારીઓ કોઈ કાર્યવાહી કેમ નહિ કરતું હોય તે સવાલ ઉઠ્યો છે.

રોજ બરોજ આ લાકડા માફિયાઓ ખુલ્લે આમ ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો વેજલપુર ફોરેસ્ટ કચેરી બહાર થઈને જાય છે, તેમ છતાં આ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલું ફોરેસ્ટ વિભાગના છઋઘને આ ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો નહીં દેખાતા હોય? સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી અરજદારે પણ તેમની સામે હફતારૂપે પ્રસાદ ના આક્ષેપો સાથે અધિકારીઓની કથિત મિલીભગત અને નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવીને ચીમકી ઉચ્ચારી છે અને ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે, તેમજ અરજદારે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રને પણ રજુઆત કરી છે, ત્યારે અરજદારે ચીમકી ઉચ્ચારી છે. જો સ્થાનિક વહીવટી તંત્ર આ ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો ઉપર કાયદેસરના પગલા નહિ લેવાય તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

જાગૃત નાગરિકે કાલોલના ખકઅ ફતેસિંહ ચૌહાણને પણ અરજીને આપીને રજુઆત કરેલ છે કે, કાલોલ અને ઘોઘંબા તાલુકામાં લાકડા માફિયાઓ બેફામ બનીને રોજ બરોજ 70 થી 80 વાહનો ગેરકાયદેસર લાકડા ભરીને બેફામ ખુલ્લેઆમ જાહેરમાર્ગ અને ફોરેસ્ટ કચેરીઓ બહાર થઈ જાય છે. તેમ છતાં સ્થાનિક અધિકારીઓ આ ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો પકડતા નથી જેથી ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો ઉપર કાર્યવાહી કરીને ગેરકાયદેસર લાકડા ભરેલા વાહનો ઉપર અંકુશ લાવવામાં માટેની માંગ કરી છે.