
ભાવનગર એલસીબી પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં ચાલુ પેટ્રોિંલગ દરમિયાન મળેલી બાતમીના આધારે બે ઘરફોડ ચોરોને ઝડપી લીધા છે. બંનેની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૯,૪૦,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વલભીપુર હાઇવે પર આવેલા ચોગઠના ઢાળ પાસે બે શખ્સો એક કીટ સાથે ઊભા હોવાની બાતમી મળી હતી. પોલીસ ટીમે તુરંત સ્થળ પર પહોંચીને તપાસ કરતાં બંનેની પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી આવી. પૂછપરછમાં તેઓ પુરાવા આપવામાં અસમર્થ રહૃાા હતા, જેના પગલે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓની વિગતો જોઇએ તો ચતુર ઉર્ફે ખેખરુ ગભરુભાઈ ડાભી (રહે. બગસરા ગામ, ભાવનગર જિલ્લો) અરુણ દૃીપકભાઈ ઉર્ફે દીપૂભાઈ ચુડાસમા (રહે. સિહોર ગામ, અમરેલી/ભાવનગર જિલ્લો)
પોલીસ પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલ કર્યું છે કે તેઓએ છેલ્લા બે મહિનામાં ઉમરાળા ગામમાં આવેલા અલગ-અલગ ચાર મકાનોમાં તાળા તોડીને પ્રવેશ કરીને સોના-ચાંદૃીના દૃાગીના અને રોકડની ચોરી કરી હતી. આરોપીઓની મોડસ ઓપરેન્ડી રાત્રિના સમયે આટા ફેરા મારીને બંધ મકાનોને ટાર્ગેટ કરવાની અને પાનાથી તાળા તોડીને અંદર પ્રવેશવાની હતી. આ ઉપરાંત, આરોપી અરુણ ચુડાસમા શિહોર પોલીસ સ્ટેશનના એક ઘરફોડ ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે.
એલસીબી પોલીસે બંને આરોપીઓ અને જપ્ત કરેલો સમગ્ર મુદ્દામાલ ઉમરાળા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે સોંપી દૃીધા છે. પોલીસ વધુ પૂછપરછ અને અન્ય ચોરીના કેસોમાં સંડોવણી તપાસી રહી છે.આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના પ્રમાણમાં વધારો થતો અટકાવવા પોલીસના સતત પ્રયાસોની પ્રશંસા થઈ રહી છે.