વલસાડમાં ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવ્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે એક હેરાન કરનારા સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડમાં ઉમરગામના ડી.સી. બ્રાહ્મણકાચ્છ નામના મામલતદારે આપઘાત કરી લીધો છે. મામલતદાર ડી.સી. બ્રહ્માકાચ્છે ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટુંકાવ્યું છે. મામલતદારની આત્મહત્યા પાછળનું કારણ હજી અકબંધ છે. આપઘાતને લઈને રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી પ્રાથમિક માહીતિ પ્રમાણે, વલસાડના ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે સોમવારે મોડી રાતે ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટૂંકાવી લીધું છે. આ આપઘાત પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. ચૂંટણીના માહોલમાં મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીના આપઘાતને કારણે અનેક સવાલ કર્યો છે. હાલ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજા મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વર્ગ-૨ ના અધિકારીએ આવું આકરૂં પગલું શા માટે ભર્યું, તે પ્રશ્ન હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસને પ્રાથમિક તપાસમાં કોઈ અંતિમ ચિઠ્ઠી મળી છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી.