૩૨ વર્ષીય પરિણીતાને તેના પતિએ મોબાઈલ વાપરવા બાબતે ઠપકો આપતા જીવન ટુંકાવ્યું

સુરતના કામરેજના કેનાલ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતાને તેના પતિએ મોબાઈલ વાપરવા બાબતે ઠપકો આપ્યો હતો. આનાથી પત્નીને માઠું લાગી આવ્યું હતું અને આવેશમાં આવીને તેણે આપઘાત કરી લીધો હતો.

મૂળ જૂનાગઢ જિલ્લાના એક ગામના વતની અને હાલ કામરેજ ખાતે રહેતા ૪૨ વર્ષીય લાલજીભાઈ ભીમજીભાઈ ઘાડિયા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. લાલજીભાઈએ શનિવાર, તારીખ ૧૧ એપ્રિલના રોજ સવારના સમયે તેમની પત્ની ઇન્દિરાબેનને મોબાઈલ ફોનમાં વધુ પડતું ધ્યાન આપવા બાબતે ઠપકો આપ્યો હતો અને ફોનનો ઓછો વપરાશ કરવા જણાવ્યું હતું. જે બાદ મનમાં અત્યંત ખોટું લાગી આવતા પરિણીતાએ જીવન ટૂંકાવી લીધું છે.