વડોદરા જિલ્લાની બરોડા ડેરીમાં પાવીજેતપુર બેઠકના મતદારોને મતદાન માટે વડોદરા જવુ પડશે

છોટાઉદેપુર જિલ્લાની બરોડા ડેરીની પાવીજેતપુર બેઠકના મતદારોને વડોદરા ખાતે બરોડા ડેરીમાં મતદાન માટે જવુ પડશે. છોટાઉદેપુર જિલ્લાની ૫ બેઠકોમાંથી એક જ બેઠકની ચુંટણી થશે. જયારે ચાર બેઠકો બિન હરીફ થતાં કોંગ્રેસે એક જ બેઠક ઉપર ઉમેદવાર મુકયો છે.

છોટાઉદેપુર જિલ્લામાં બરોડા ડેરીમાં નસવાડી, બોડેલી, સંખેડા અને છોટાઉદેપુર આ ચાર બેઠકો ઉપર કોંગ્રેસે ઉમેદવારો ઉભા ન રાખતા ચાર બેઠકો બિનહરીફ થઈ છે. છોટાઉદેપુર જિલ્લાની પાવીજેતપુર બેઠક ઉપર છોટાઉદેપુરના ધારાસભ્ય મોટાભાઈ રણજીતસિંહ મોહનસિંહ રાઠવા તેમજ તેઓ સામે કોંગ્રેસ દ્વારા ગેમલભાઈ વિઠ્ઠલભાઈ રાઠવા એ સાસામે બરોડા ડેરીમાં ઉમેદવારી નોંધાવતા ૯૧ મતદારોને મતદાન કરવા માટે ૧૮ તારીખે વડોદરા ખાતે બરોડા ડેરીમાં જવુ પડશે. જયારે ચુંટણી અધિકારીઓએ મતદાન માટે છોટાઉદેપુર જિલ્લામાં વ્યવસ્થા ગોઠવી હોત તો આ મતદારોને વડોદરા સુધી જવુ ન પડત. બરોડા ડેરી દ્વારા દુધ લેવા માટે વાહનો મોકલે છે. પરંતુ મતદારો માટે મતદાન મથક છોટાઉદેપુર જિલ્લામાં બનાવતી નથી. સોૈથી વધુ દુધ છોટાઉદેપુર જિલ્લા બરોડા ડેરીમાં ભરે છે. ત્યારે ચુંટણીના સમયે મતદારો માટે મતદાન મથકની વ્યવસ્થા પણ ચુંટણી અધિકારીઓ કરતા નથી. જયારે ચાર બેઠકો બિનહરીફ થતાં મંડળીઓના મતદારોને મતદાન કરવાનો લ્હાવો ન મળ્યો. જેના કારણે ચાર બેઠકોના મતદારોમાં નિરાશા છવાઈ છે. ચુંટણી થાય ત્યારે મતદારોને પોતાની વાત અને પોતાની માંગણીની રજુઆત કરવાની તક મળે છે. પરંતુ રાજકિય નેતાએ ભેગા થઈને તેઓનો રોટલો શેકી લેતા મતદારોને રજુઆત કરવાની તક જતી રહેતા ચાર બેઠકોના મતદારોમાં નિરાશા છવાઈ હતી.