ગોવિંદ ગુરૂ લીમડી તાલુકાની થાળા મુખ્ય પ્રાથમિક શાળાના એક શિક્ષકે ચાલુ શાળા દરમિયાન પોતાની જે શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક ૩૨ વર્ષીય શિક્ષિકાની મરજી વિદ્ધ ચુંબન તેમજ શારીરિક અડપલા કરી તેમજ ગંદા ઈશારા કરી છેડતી કર્યાની પોર્લીસ ફરિયાદ છેડતીનો ભોગ બનેલ શિક્ષિકાએ કરતા શિક્ષક આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના આતરોલી ગામના મૂળ વતની અને હાલ લીમડી ખાતે રહેતા અને થાળા મુખ્ય પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કેતનકુમાર કાંતિલાલ પ્રજાપતિએ પોતાની જ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી ૩૨ વર્ષીય મહિલાની મરજી વિરૂદ્ધ તારીખ ૦૧-૦૫-૨૦૨૬ નારોજ ૧૦:૩૦ વાગ્યાથી તારીખ ૦૨-૦૭-૨૦૨૬ નારોજ ૩:૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તક મળતા જ ચાલુ શાળામાં ચુંબન તેમજ શારીરિક અડપલા કરી તેમજ ગંદા ઈશારા કરી છેડતી કરી હોવાના મતલબની ગંભીર ફરિયાદ છેડતી નો ભોગ બનેલ તે શિક્ષિકાએ લીમડી પોલીસ સ્ટેશનમાં કરતા લીમડી પોલીસે આ મામલે ચાલુ શાળાએ છેડતી કરનાર શિક્ષક કેતનકુમાર કાંતિલાલ પ્રજાપતિ વિદ્ધ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ની કલમ ૭૫(૧)(૧),૭૯ મુજબ છેડતીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.