દે.બારીયાના શિવપાર્ક સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા ૪૨,૦૦૦/-ની મત્તાનો હાથ ફેરો કરી પલાયન

દેવગઢ બારીયા નગરના લાલ બંગલા, શિવ પાર્ક સોસાયટીમાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી બંધ મકાનની છત પરની સીડી વાટે ઘરમાં પ્રવેશી પાંચ તિજોરીઓ તોડી તિજોરીના લોકરમાં મુકેલ ચાંદીના દાગીના, રસોડા ‚મ માંથી વાસણો, ઈન્ડિયન ગેસ નો ભરેલો બોટલ તથા એલસીડી ટીવી મળી રૂપિયા ૪૨,૦૦૦/-ની મત્તા ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર તાલુકાના ખોખરા ગામના મૂળ રહેવાસી અને હાલ દેવગઢ બારિયા લાલ બંગલા, શિવપાર્ક સોસાયટીમાં રહેતા શૈલેન્દ્રસિંહ મહોબતસિંહ ચૌહાણના ભાઈ બીમાર હોય તેઓ ગત તારીખ ૦૨-૦૮-૨૦૨૬થી તારીખ ૦૪-૦૮-૨૦૨૬ દરમિયાન પોતાના વતનમાં ગયા હતા. તે તકનો લાભ લઈ તસ્કરો શૈલેન્દ્રસિંહ ચૌહાણના બંધ મકાનમાં છત પરની સીડી વાટે ઘરના પ્રથમ ‚મમાં પ્રવેશ્યા હતા અને ઘરના લાકડાના દરવાજા પર મારેલ લોક તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને ઘરની અંદર મુકેલ પાંચ તિજોરીઓ તોડી તિજોરી ના લોકરની અંદર મુકેલ રૂપિયા ૩૦,૦૦૦/-ની કિંમતના આશરે ૪૦ થી ૫૦ ગ્રામ વજનના ચાંદીના ત્રણ નાના નાના કેડના આંકડા, રસોડા ‚મમાંથી આશરે રૂપિયા ૫૦૦૦/-કિંમતના સ્ટીલ તથા એલ્યુમિનિયમના વાસણો,રૂપિયા ૩૦૦૦/-ની કિંમતનો ઈન્ડિયન ગેસ નો ભરેલો બોટલ નંગ-૧ તથા પ્રથમ રૂમમાં દિવાલ પર લગાવેલ ‚પિયા ૪૦૦૦ ની કિંમતનું હ્રન્ટ કંપનીનું ૩૨ ઇંચનું ઝહુ ટીવી મળી કુલ રૂપિયા ૪૨,૦૦૦/-ની મત્તા ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે દેવગઢબારીયા લાલબંગલા શિવપાર્ક સોસાયટીમાં રહેતા શૈલેન્દ્રસિંહ મહોબતસિંહ ચૌહાણે દેવગઢબારિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બારીયા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સહિત ૨૦૨૩ ની કલમ ૩૩૧(૧),૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ ઘરફોડ ચોરીનો ગુનો નોંધી એફ એસ એલ તથા ડોગ સ્ક્વોર્ડ ની મદદની માગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.