દાહોદ અનાજ માર્કેટ ચેરમેન ચૂંટણી ક્યારે? સળગતો પ્રશ્ન

તારીખ ૪ જૂનના રોજ ચેરમેન વરણી માટે યોજાયેલી ચૂંટણી મોકૂફ રખાઈ હતી એક માસ ઉપરાંતનો સમય થયો છતાં હજી સુધી નવી ચૂંટણીની તારીખ જાહેર કરાઈ નથી અને ચેરમેન વરણી મુદ્દે મતમતાંતર સર્જાયા હતા આ મળાગાઠ ન ઉકલતા આખરે સભ્યો ચૂંટણી સભા છોડી રવાના થઈ ગયા હતા. તેના કારણે કલાકો રાહ જોયા બાદ ચુંટણી અધિકારીને સભા મોકુફ રાખવાની ફરજ પડી હતી અને આવનારા દિવસોમાં ફરીથી ચૂંટણી યોજવાની જાહેરાત કરવાની વાત કરી હતી.

દાહોદ અનાજ માર્કેટ ચેરમેનની ચૂંટણી ગત તારીખ ૪ જૂનના રોજ યોજાઈ હતી, પરંતુ તેમાં ચેરમેન મુદ્દે એક મત ન થતા માર્કેટ ડિરેક્ટરો ચૂંટણી સભા સ્થળ છોડી રવાના થઈ ગયા હતા. તેના કારણે ચેરમેનની ચૂંટણી મોકુફ રાખવી પડી હતી. આ ચૂંટણીને આજે તારીખ ૬ નારોજ એક માસ ઉપરાંતનો સમય થયો હોવા છતાં ચૂંટણી ક્યારે યોજાશે. તેની જાહેરાત ન થતા વેપારીઓ, ખેડૂત અને શહેરીજનોમાં ભારે વિમાસણ જન્મી છે અને સૌ કાગડોળે અનાજ માર્કેટ ચેરમેન ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે.

દાહોદ એપીએમસીની ચેરમેનની ચૂંટણી તારીખ ૪ જૂનના રોજ યોજાઈ હતી, તેમાં ચાર વેપારી, દસ ખેડૂત, બે મંડળીના સભ્યો અને બે સરકારી સભ્યો મળી સૌ સભ્યો મતદાન કરવાના હતા. તે સમયે ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણી સભાનો આરંભ કરવામાં આવ્યો હતો. પરંતુ ડિરેક્ટરો વચ્ચે ચેરમેન મુદ્દે કોઈક મડાગાંઠ સર્જાઈ હતી.

આ જાહેરાતને આજે એક મહિના ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી ચેરમેનની ચૂંટણી તારીખની જાહેરાત કરવામાં ન આવતા વેપારી ખેડૂતો અને શહેરીજનોમાં વિમાસણ જન્મી છે અને ચેરમેન ચૂંટણીની તારીખની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.