સુરતના અડાજણમાં ધોરણ-૧૦માં ભણતા દેવમે ટૂંકાવ્યું જીવન, પરિવાર પર આભ તૂટી પડ્યું

શહેરમાં તણાવ વચ્ચે ધોરણ-૧૦માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. અડાજણ વિસ્તારમાં આવેલા સાર્થક રેસિડેન્સીમાં રહેતા દેવમ પટેલે ઘરે જીવન ટૂંકાવી લેતાં ચકચાર મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર, અડાજણની સાર્થક રેસિડેન્સીમાં રહેતો દેવમ પટેલ ધોરણ-૧૦માં અભ્યાસ કરતો હતા. અભ્યાસના તણાવને કારણે તેમણે આઘાતજનક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. દેવમે પોતાના ઘરે જીવન ટૂંકાવી લીધું છે.

ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આસપાસના લોકો દ્વારા દેવમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ધોરણ-૧૦ના વિદ્યાર્થીના અચાનક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.બીજી તરફ, બનાવની જાણ થતાં અડાજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ કયા સંજાગોમાં આ પગલું ભર્યું અને અભ્યાસના તણાવ પાછળ અન્ય કોઈ કારણ હતું કે કેમ તે સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.