સુરતમાં ૬ કરોડનું કોબ્રા ઝેર ઝડપાયું, રેવ પાર્ટી નેટવર્કનો પર્દૃાફાશ

સુરત શહેરમાં સાપના ઝેરના ગેરકાયદૃે કારોબારનો ચોંકાવનારો પર્દૃાફાશ થયો છે. સુરત એસ.ઓ.જી. અને લસકાણા પોલીસની સંયુક્ત કાર્યવાહી દૃરમિયાન ગુજરાતમાં પ્રથમ વખત કરોડોની િંકમતનું કોબ્રા સાપનું ઝેર ઝડપાયું છે. પોલીસે અંદૃાજે ૬.૫ મિલી લીટર કોબ્રા વેનમ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં િંકમત લગભગ ૫.૮૫ કરોડ ‚પિયા આંકવામાં આવી છે. આ કેસમાં પોલીસે કુલ ૭ આરોપીની ધરપકડ કરી છે.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ ખતરનાક ઝેર અમદૃાવાદૃના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને તેને સુરતમાં વેચવાની પેરવી ચાલી રહી હતી. આરોપીઓ લસકાણા અને સરથાણા વિસ્તારમાં આ ઝેરનું નેટવર્ક ફેલાવવાનો પ્રયાસ કરી રહૃાા હતા, પરંતુ પોલીસે સમયસર કાર્યવાહી કરી તેમના મનસૂબાઓ પર પાણી ફેરવી દૃીધું.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાપના ઝેરનો ઉપયોગ કાયદૃેસર રીતે દૃવાઓ બનાવવા માટે થાય છે, જેમ કે બ્લડપ્રેશર, લોહી ગંઠાવાની બીમારી અને હાર્ટ એટેકથી બચાવતી દૃવાઓ. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે સાપના ઝેરનો ગેરકાયદૃે ઉપયોગ વધી રહૃાો છે, જે કાયદૃા અને જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો બની રહૃાો છે.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુરતના ૨ અને વડોદૃરાના ૫ શખસનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ આ મુજબ છે. મનસુખ ઘીનૈયા (ઉ. ૬૭), .ચીમન ભુવા (ઉ. ૬૦), સમીર પંચાલ (ઉ. ૪૧), પ્રવીણ શાહ (ઉ. ૭૪), કેતન શાહ (ઉ. ૫૦), મકરંદૃ કુલકર્ણી (ઉ. ૫૪), પ્રશાંત શાહ (ઉ. ૪૦)

પોલીસ તપાસ મુજબ આ ટોળકી સુરતમાં મેરેજ બ્યુરો ચલાવતા મનસુખ ઘીનૈયાના સંપર્કમાં હતી. અહીં કોબ્રા વેનમનો સોદૃો ૯ કરોડ ‚પિયામાં ફાઈનલ થયો હતો. દૃરેક આરોપી માટે અલગ-અલગ કમિશન નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ સોદૃો પૂરું થાય તે પહેલાં જ પોલીસે ફિલ્મી ઢબે દૃરોડો પાડી તમામ આરોપીઓને ઝડપી લીધા.

આ કેસમાં અમદૃાવાદૃ આરટીઓ સર્કલ પાસે રહેતા ઘનશ્યામ સોની મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. તેણે વડોદૃરાના પ્રશાંત અને મકરંદૃને આ કોબ્રા વેનમ ઝેર વેચવા માટે આપ્યું હતું. હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે. તેની ધરપકડ થયા બાદૃ જ આ ઝેર ક્યાંથી અને કઈ ગેંગ મારફતે લાવવામાં આવ્યું હતું, તેનો ખુલાસો થવાની શક્યતા છે.

આ સમગ્ર મામલે હવે ફોરેસ્ટ વિભાગને પણ તપાસમાં સામેલ કરવામાં આવ્યો છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદૃ આરોપીઓ સામે વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, ૧૯૭૨ તેમજ અન્ય કડક કાયદૃાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. એસ.ઓ.જી.ના ડીસીપી રાજદૃીપ િંસહ નકુમે જણાવ્યું હતું કે, આ વેનમ પ્રતિબંધિત છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની િંકમત પ્રતિ મિલી આશરે ૯૦ લાખ ‚પિયા ગણાય છે. તેનો ઉપયોગ દૃવાઓ ઉપરાંત કેટલીક રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ થતો હોવાનું સામે આવ્યું છે. આ બાબત ખૂબ જ ગંભીર છે.

ગુજરાતમાં પહેલીવાર આટલી મોટી માત્રામાં અને આટલી ઊંચી િંકમતનું કોબ્રા વેનમ ઝડપાતા વન્યજીવ સુરક્ષા, ડ્રગ્સ નેટવર્ક અને આંતરરાજ્ય કાળા કારોબાર અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ પોલીસ આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે અને આ કાળા કારોબાર સાથે જોડાયેલી અન્ય કડીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.