સિંગવડ તાલુકાના બારેલા ગામે લાગેલી આગમાં જે મકાનો બળી ગયા તેની લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર દ્વારા મુલાકાત લેવામાં આવી. આજરોજ સિંગવડ તાલુકાના બારેલા ગામે મોડી રાત્રે લાગેલી આગમાં પટેલ પ્રતાપભાઈ વજાભાઈ તેમજ તેમના 4(ચાર) એમ પાંચ ભાઈઓના પરિવારના મકાન બળીને ખાક થઈ ગયા હતા. જેમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ હતું, તેમાં 131 મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ.એસ.ભાભોર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેશભાઈ બારીયા નારસિંગભાઈ પરમાર તથા અન્ય કાર્યકર્તાઓ પણ ઘટના સ્થળે પહોંચી પરિવારોની મુલાકાત લીધી તેમ જ મામલતદાર અને મેડિકલની ટીમ તેમજ પશુ ચિકિત્સા અધિકારી ઓની ઉપસ્થિતિમાં ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું અને વહેલી તકે તેમને સરકારમાંથી સહાય મળે તેના માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી જ્યારે લીમખેડા ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર દ્વારા ઘરવખરી સામાન તથા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની કીટ તાત્કાલિક ધોરણે પહોંચાડવામાં આવી હતી.