
મહારાષ્ટ્ર નાગરિક સંસ્થાઓઃ મહારાષ્ટÙના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ શિવસેનાએ થાણે, કલ્યાણ-ડોંબિવલી અને ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયર પદ માટે મહિલા ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ પદો માટે કોઈ અનામત નથી, છતાં પાર્ટીએ મહિલાઓમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. એકનાથ શિંદેએ સોમવારે આ જાહેરાત કરી.
એકનાથ શિંદેના કાર્યાલય તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદ માટે શર્મિલા પિમ્પોળકર-ગાયકવાડને નામાંકિત કરવામાં આવશે. કલ્યાણ-ડોંબિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદ માટે હર્ષાલી થાવિલ ચૌધરીને નામાંકિત કરવામાં આવશે, અને ઉલ્હાસનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અશ્વિન ની નિકમને નામાંકિત કરવામાં આવશે. આ મ્યુનિસિપલ કોર્પોરેશનોના ઇતિહાસમાં આ પહેલી વાર બનશે કે કોઈ મહિલા અનામત વિના મેયર પદ સંભાળશે.
પાર્ટીએ કહૃાું કે ફરજિયાત ક્વોટા ઉપરાંત મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય વિચારપૂર્વક લેવામાં આવ્યો છે. “મહિલાઓને અનામતની રાહ જોયા વિના, તેમની ક્ષમતાઓ અને નેતૃત્વના આધારે તકો આપવી જોઈએ,” નિવેદૃનમાં કહેવામાં આવ્યું છે. શિવસેનાએ એમ પણ કહૃાું કે જ્યારે આ પદૃો માટે કોઈ અનામત ન હતી, ત્યારે પુરુષ મેયર ચૂંટાય તેવી અટકળો હતી, પરંતુ પાર્ટીએ તેની મહિલાઓમાં વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે.
નિવેદૃન મુજબ, કલ્યાણના શિવસેના સાંસદૃ ડૉ. શ્રીકાંત િંશદૃેએ હિમાયત કરી હતી કે સક્ષમ મહિલા કાઉન્સિલરોને ટોચના નાગરિક પદૃ માટે તક આપવી જોઈએ. તેમના પ્રસ્તાવને એકનાથ િંશદૃેએ મંજૂરી આપી હતી. પાર્ટીએ એ પણ જણાવ્યું હતું કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાના ૨૯ કાઉન્સિલરોમાંથી ૧૯ મહિલાઓ છે. બીએમસી ચૂંટણીમાં મેદૃાનમાં ઉતરેલા ૯૦ ઉમેદૃવારોમાંથી ૬૩ મહિલાઓ હતી.