
સકારાત્મક વૈશ્વક સંકેતો વચ્ચે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં સ્થાનિક શેરબજાર મજબૂત વધારા સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ છેલ્લે ૯૧૮.૬૦ પોઈન્ટ વધીને ૭૭,૫૫૦.૨૫ પર બંધ થયો, જ્યારે એનએસઈ નિફ્ટી પણ પાછલા સત્ર કરતા ૨૭૫.૫૦ પોઈન્ટ વધીને ૨૪,૦૫૦.૬૦ પર બંધ થયો. ક્ષેત્રીય રીતે, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, પાવર, એફએમસીજી, પીએસયુ બેંકો, મેટલ્સ અને ખાનગી બેંકોમાં ૧-૨% નો વધારો નોંધાયો, જ્યારે આઈટી ઇન્ડેક્સ ૧.૭% ઘટ્યો.
નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ૧.૫% નો વધારો નોંધાયો. મુખ્ય નિફ્ટી ગેઇનર્સમાં એશિયન પેઇન્ટ્સ, આઈશર મોટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ઓટો અને શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. જ્યારે ગુમાવનારાઓમાં કોલ ઇન્ડિયા, સન ફાર્મા, ઇન્ફોસીસ, ટીસીએસ અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે.
ભારતીય રૂપિયો તેની શરૂઆતની મજબૂતાઈ જાળવી રાખવામાં નિષ્ફળ ગયો શુક્રવારે અને યુએસ ડોલર સામે ઘટાડો થયો. રૂપિયો ૧૭ પૈસા ઘટીને ૯૨.૬૮ (કામચલાઉ) પર બંધ થયો. વધતા વૈશ્વક તણાવ, ખાસ કરીને યુએસ-ઈરાન સંઘર્ષ સંબંધિત જાખમોએ રૂપિયા પર દબાણ જાળવી રાખ્યું. ફોરેક્સ માર્કેટમાં દિવસભર તીવ્ર વધઘટ જાવા મળી, જેના કારણે રોકાણકારોની સાવચેતી વધી. ફોરેક્સ વેપારીઓના મતે, આ અÂસ્થરતા પાછળનું મુખ્ય કારણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો નિર્દેશ હતો, જેમાં બેંકોને તેમની રાતોરાત સ્થિતિ ૧૦૦ મિલિયન સુધી મર્યાદિત રાખવા કહેવામાં આવ્યું હતું. આ નિર્દેશો માટેની સમયમર્યાદા શુક્રવારે સમાપ્ત થઈ ગઈ, જેના કારણે બજારમાં અસ્થિતિતામાં વધારો થયો.
આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૯૨.૫૮ પર ખુલ્યો. જાકે, દિવસ દરમિયાન તે દબાણ હેઠળ આવ્યો અને ૯૨.૭૬ ની નીચી સપાટીએ પહોંચી ગયો. ટ્રેડિંગ દરમિયાન તે ૯૨.૪૧ ની ઊંચી સપાટીને પણ સ્પર્શ્યાે. અંતે, રૂપિયો ૯૨.૬૮ (કામચલાઉ) પર બંધ થયો,જે પાછલા બંધ સ્તરની તુલનામાં ૧૭ પૈસાની નબળાઈ દર્શાવે છે.