શહેરાની શિવમ સોસાયટીમાં બ્રહ્માકુમારીઝના નવનિર્મિત જ્ઞાનગંગા ભવનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સંપન્ન

માઉન્ટ આબુના રાજયોગીની ઉષા દીદીના વરદ હસ્તે શહેરામાં જ્ઞાનગંગા ભવનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સંપન્ન.

શહેરા નગરના શિવમ સોસાયટી ખાતે બ્રહ્માકુમારીઝ ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલયના નવનિર્મિત જ્ઞાનગંગા ભવનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સંપન્ન થયો હતો. આ પ્રસંગે આધ્યાત્મિક વાતાવરણ અને ભક્તિમય માહોલ વચ્ચે માઉન્ટ આબુ સ્થિત ગુ‚શિખરના પ્રશિક્ષિકા અને મેનેજમેન્ટ ટ્રેનર રાજયોગીની બ્રહ્માકુમારી ઉષા દીદીએ વિધિવત ફળ વધેરી અને રીબીન કાપીને નૂતન ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું.

શહેરા નગરના શિવમ સોસાયટી ખાતે બ્રહ્માકુમારીઝ ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલયના જ્ઞાનગંગા ભવન નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં આધ્યાત્મિકતાનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. નવનિર્મિત જ્ઞાનગંગા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ અને ભાઈ-બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ અને ઉદ્ઘાટક તરીકે રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત ગુ‚શિખરના પ્રશિક્ષિકા તેમજ જાણીતા મેનેજમેન્ટ ટ્રેનર રાજયોગીની બ્રહ્માકુમારી ઉષા દીદી ઉપસ્થિત રહ્યા હતા. તેમના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ફળ વધેરી અને મંગલ રીબીન કાપીને નૂતન ભવનમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમની વિધિવત શ‚આત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ અવસરે વડોદરા સબ ઝોન ઇન્ચાર્જ રાજયોગીની ડો. નિરંજના દીદી, અમદાવાદ સુખ શાંતિ ભવનના અમર દીદી, પંચમહાલ-દાહોદ-મહીસાગર જીલ્લાના સંચાલિકા સુરેખા દીદી, તેમજ શહેરા સેવા કેન્દ્રના સંચાલિકા રતન દીદી અને જયા દીદી મંચસ્થ રહ્યા હતા. ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને ફૂલોના બુકે આપીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજયોગીની ઉષા દીદીએ પ્રેરક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, આ જ્ઞાનગંગા ભવન માત્ર એક ઇમારત નથી, પરંતુ માનવ મનને શાંતિ અને સાચી દિશા આપનારી પાઠશાળા સાબિત થશે. આજના તણાવપૂર્ણ સમયમાં રાજયોગ અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા જ જીવનમાં સુખ-શાંતિ મેળવી શકાય છે. અન્ય વક્તાઓએ પણ આ કેન્દ્ર દ્વારા શહેરા અને આસપાસના વિસ્તારમાં નૈતિક મૂલ્યોનું સિંચન થશે તેવી આશા વ્યક્ત કરી હતી.આ સમારોહમાં ડો.અજય ભાવસાર ,નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મુકેશ દેસાઈ,ગુજરાત રાજ્ય એકતા પરિષદના પંચમહાલ જીલ્લાના પ્રમુખ પ્રદીપભાઈ સોની અને ગોધરા લાયન્સ કલબના પ્રમુખ કેતકીબેન સોની સહિત નગરના અગ્રણી નાગરિકો, સામાજીક કાર્યકરો અને મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ પરીવાર સાથે મોટી સંખ્યામાં વિવિધ ગામોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર ભવ્ય સમારોહનું સફળ અને મનમોહક સંચાલન માઉન્ટ આબુથી પધારેલા કવિ બ્રહ્માકુમાર વિવેકભાઈએ અત્યંત પ્રભાવશાળી અને આકર્ષક શૈલીમાં કર્યું હતું.સમગ્ર વાતાવરણ ઓમ શાંતિના ગુંજારવથી ભક્તિમય બની ગયું હતું. અંતમાં સૌએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.