શહેરાના ખોજલવાસા ગામે ઈકો ગાડીએ રાહદારી 45 વર્ષીય મહિલાને ટકકર મારી મોત નિપજાવ્યું

શહેરા તાલુકાના ખોજલવાસા ગામે રાજુભાઇ દરજીની દુકાન સામે રોડ ઉપરથી પસાર થતી ઈકો ગાડી નં.જીજે.17.સીઈ.7578નો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો. રોડ ઉપરથી પસાર થતાં 45 વર્ષીય મહિલાને ટકકર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવા પામી છે.

શહેરા તાલુકાના ખોજલવાસાગામે રાજુભાઇ દરજીની દુકાન સામે રોડ ઉપરથી પસાર થતી ઈકો ગાડી નંબર જીજે.17.સીઈ.7578નો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને રોડ ઉ5ર દક્ષીણ બારીયા ફળીયાથી લીમડી તરફ જતાં રોડ ચાલતા જઈ રહેલા માયાબેન પ્રભાતસિંહ પટેલીયા ઉ.વ.45ને ટકકર મારી નીચે પાડી દઈ મોઢાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ શહેરા પોલીસમ થકે નોંધાવા પામી છે.