શહેરામાં સોમવારના રોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો :વરસાદના કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી

શહેરા નગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારના રોજ અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો હતો. સવારના સમયે આકાશ કાળાડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને બપોરે ધોધમાર વરસાદ શ‚ થયો હતો. વરસાદી માહોલ ને લઈને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી, જેનાથી લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી હતી. વરસાદને કારણે ખેતી પાકને મોટો થવાની શક્યતા સેવાઈ રહી છે. જ્યારે બજારમાં વરસાદના કારણે લોકોની અવરજવર પર બ્રેક લાગી હતી.