સેન્સેક્સ ૫૦૮ પોઈન્ટ અને નિફ્ટી ૧૬૫ પોઈન્ટ ઘટીને બંધ થયો, આઈટી શેરોમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો

સોમવારે લીલા રંગમાં ખુલેલું સ્થાનિક શેરબજાર આખરે નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયું. અઠવાડિયાના પહેલા દિવસે,બીએસઇ સેન્સેક્સ ૫૦૮.૪૦ પોઈન્ટ (૦.૬૮%) ઘટીને ૭૪,૨૬૭.૩૪ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૧૬૫.૧૫ પોઈન્ટ (૦.૭૦%) ઘટીને ૨૩,૩૮૨.૬૦ પર બંધ થયો. સોમવારના ઘટાડા વચ્ચે આઇટી શેરોમાં નોંધપાત્ર તેજી જાવા મળી. સેન્સેક્સ ૭૫,૨૦૩.૦૨ પર મજબૂત બંધ સાથે ખુલ્યો, જ્યારે નિફ્ટી ૫૦ પણ ૨૩,૬૫૪.૫૦ પર વધારા સાથે ખુલ્યો.

આજે સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી માત્ર ૬ કંપનીઓ લીલા નિશાનમાં બંધ થઈ, જ્યારે બાકીની ૨૪ કંપનીઓ ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થઈ. બીજી તરફ, નિફ્ટી ૫૦ કંપનીઓમાંથી માત્ર ૧૦ કંપનીઓ જ લીલા નિશાનમાં બંધ થઈ, જ્યારે બાકીની ૪૦ કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થઈ. સેન્સેક્સ કંપનીઓમાં, ટેક મહિન્દ્રાના શેર આજે સૌથી વધુ ૩.૮૦ ટકાના વધારા સાથે બંધ થયા. હિન્દુસ્તાન યુનિલિવરના શેર સૌથી વધુ ૨.૮૩ ટકાના ઘટાડા સાથે બંધ થયા.

સેન્સેક્સના બાકીના શેરોમાં, ઇન્ફોસિસના શેર ૩.૭૦ ટકા,ટીસીએસ ૧.૯૫ ટકા, ઇન્ડીગો ૧.૦૪ ટકા,એચસીએલ ટેક ૦.૯૦ ટકા અને ટાટા સ્ટીલ ૦.૭૯ ટકાના વધારા સાથે બંધ થયા.

બીજી તરફ, સોમવારે આઇટીસીના શેર ૨.૫૩ ટકા,એનટીપીસી ૨.૧૫ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૧૦ ટકા, કોટક મહિન્દ્રા બેંક ૧.૯૫ ટકા, બજાજ ફાઇનાન્સ ૧.૭૪ ટકા, ટ્રેન્ટ ૧.૭૪ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૭૩ ટકા,એલએન્ડટી ૧.૬૫ ટકા, મારુતિ સુઝુકી ૧.૫૧ ટકા, બજાજ ફિનસર્વ ૧.૩૩ ટકા,આઇસીઆઇસીઆઇ બેંક ૧.૩૧ ટકા, ઇટરનલ ૧.૩૦ ટકા, ટાઇટન ૧.૨૧ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૧.૨૦ ટકા, અદાણી પોર્ટ્‌સ ૧.૧૯ ટકા, ભારતી એરટેલ ૧.૦૫ ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ૦.૯૯ ટકા,બીઇએલ ૦.૯૦ ટકા, એક્સીસ બેંક ૦.૭૪ ટકા, સન ફાર્મા ૦.૭૨ ટકા,એચડીએફસી બેંક ૦.૨૮ ટકા, પાવર ગ્રીડ ૦.૨૬ ટકા ઘટ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૦૨ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.