સ્ટુડન્ટ પોલીસ કેડેટએ કાંકણપુર પોલીસ સ્ટેશન ફિલ્ડ વિઝિટ/ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજ્યો

પંચમહાલ જીલ્લા સુરક્ષા સોસાયટી અંતર્ગત કાંકણપુર પોલીસ સ્ટેશન અને રતનપુર(કાં) પ્રાથમિક/માધ્યમિક શાળાના સ્ટુડન્ટ પોલીસ કેટેડ જ.ઙ.ઈ. બાળકોએ કાંકણપુર પોલીસ સ્ટેશનની ફિલ્ડ વિઝીટ કરીને પોલીસ સ્ટેશન ચાલતા અલગ અલગ વિભાગ તમામ પ્રકારની કેસ, જેલ, ગુના, કાઈમ, પોસ્કો, લેબર ગુના કલમો, સજા, રાઇફલ, ગોળી, બોંબ વગેરે માહિતી-માર્ગદર્શન ખુબ જ ઉડાણ પૂર્વક સમજ આપી હતી. તેમજ જઙઈ કેડેટ વિવિધ માર્ગો ઉપર ફલેગ માર્ચ કરીને.પોલીસ સ્ટેશન બહાર વાહન ચેકિંગ ચેક પોસ્ટ પર વાહન ચાલકો ફુલ લાલ ગુલાબ આપીને સીટબેલ્ડ બાંધવા. વિવિધ પ્રકારના નિયમો પાલન કરવા તેમજ હેલ્મેટ પહેરીને ગાડી ચલાવા માટે અપીલ કરી હતી. માટે સમગ્ર કાર્યક્રમનું આયોજન કાંકણપુર પોલીસ સ્ટેશન પી.આઈ.ઍસ.એલ.કામોલસાહેબ.પીએસઆઈ પલાસ રિઝર્વમશ અશોકભાઇપરમાર, સુનિતાબેન પરમાર, દીપકભાઈપરમાર તેમજ પોલીસ સ્ટેશનમાં કર્મચારી દ્વારા જ‚રી માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ, હર્ષવર્ધનસિંહ પુવાર, પી.આઈ.એસ.એલ. કામોલ જ.ઙ.ઈ બાળકોને હાર્દીક અભિનંદન પાઠવ્યા હતા. તમામ કાયદાઓનું પાલન કરવા, ભવિષ્યમાં સારા નાગરિક બની, વ્યક્તિગત ઘડતર કરીને સમાજ, શાળા, ગામ, જિલ્લા અને દેશનું નામ રોશન કરવા અપીલ કરી હતી.